આ પ્રેમ પ્રતિની લાગણી છે જે કોઈ પણ પ્રકારનાં લેબલ્સના ભારણ અને અનુસરણ કરવાના પ્રેશરથી મુક્ત છે.
હંસલ મેહતા
હંસલ મહેતાએ જણાવ્યું છે કે આવનારી ‘મૉડર્ન લવ મુંબઈ’ની ઍન્થોલૉજીના એક સેગમેન્ટ ‘બાઈ’માં નિઃસ્વાર્થ પ્રેમને સન્માન આપવામાં આવ્યું છે. એમાં ૬ અલગ-અલગ લવ સ્ટોરી દેખાડવામાં આવશે. ‘મૉડર્ન લવ મુંબઈ’માં હંસલ મહેતાની સાથે વિશાલ ભારદ્વાજ, નૂપુર અસ્થાના, શોનાલી બોઝ, ધ્રુવ સહગલ અને અલંક્રિતા શ્રીવાસ્તવે વિવિધ સ્ટોરી સાકાર કરી છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ ૧૩ મેએ રિલીઝ થશે. પોતાની સ્ટોરી ‘બાઈ’ વિશે હંસલ મહેતાએ કહ્યું કે ‘બે આત્માઓનું જ્યારે મિલન થવાનું હોય તો એ પ્રેમ દ્વારા જ શક્ય છે. મારા માટે એ જ ખરો પ્રેમ છે જેને બિનશરતી કોઈ પણ બંધન કે હાનિ વગર સ્વીકારવામાં આવે છે. ‘બાઈ’માં નિઃસ્વાર્થ પ્રેમને દેખાડીને એને સન્માન આપવામાં આવ્યું છે. સંબંધને આપણે સ્વાભાવિક રીતે પ્રેમ કરીએ છીએ. આ પ્રેમ પ્રતિની લાગણી છે જે કોઈ પણ પ્રકારનાં લેબલ્સના ભારણ અને અનુસરણ કરવાના પ્રેશરથી મુક્ત છે.’