આયુષ્માને આજે એક પોસ્ટ કરી ‘જેડા નશા’ ગીતનો મેકિંગ વીડિયો શૅર કર્યો છે

ફાઇલ તસવીર
આયુષમાન ખુરાના (Ayushmann Khurrana) હાલમાં તેની આગામી ફિલ્મ `એન એક્શન હીરો` (An Action Hero)ના એક પછી એક અપડેટ્સ શૅર કરી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું જે લોકોને પસંદ આવ્યું હતું, ત્યારબાદ ફિલ્મનું ગીત ‘જેડા નશા’ (Jeda Nasha) પણ રિલીઝ થયું. આ ગીતમાં આયુષમાન ખુરાના અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, નોરા સાથેની તેની કેમેસ્ટ્રી પણ ચાહકોને ખૂબ ગમી છે.
આયુષ્માને આજે એક પોસ્ટ કરી ‘જેડા નશા’ ગીતનો મેકિંગ વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં આયુષમાન ગીતના હૂક સ્ટેપ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં પ્રેક્ટિસ સમયના પણ કેટલાક સીન બતાવવામાં આવ્યા છે. તો કેટલાક સીન શૂટિંગ સમયના પણ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આયુષમાન ખૂબ ડેડિકેશન સાથે પોતાના સ્ટેપ્સની પ્રેક્ટિસ કરી રહ્યો છે. આયુષ્માને ફેન્સને પણ આ હૂક સ્ટેપ કરી વીડિયો શૅર કરવા કહ્યું હતું.
View this post on Instagram
આ ગીત મૂળ અમર જલાલ અને ફરીદકોટ દ્વારા ગવાયેલા હિટ ગીતનું રિમિક્સ છે. આ ગીત T-Seriesની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત સાંભળ્યા બાદ ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
ફિલ્મ `એન એક્શન હીરો` વિશે વાત કરીએ તો, તે અનિરુદ્ધ, આયુષમાન ખુરાના અને જયદીપ અહલાવત અભિનીત છે. આ ફિલ્મનું નિર્માણ કલર્સ યલો પ્રોડક્શન્સ અને ટી-સિરીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: જ્યારે આગ વચ્ચે બિગબીએ બચાવ્યો હતો તબ્બસુમનો જીવ, અભિનેત્રી કહ્યું હતું આવું...