વર્ષ 1972થી 1993 સુધી તેમણે સેલિબ્રિટી ચેટ શૉ `ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન` શૉ હોસ્ટ કર્યો હતો. તબ્બસુમે પોતાના શૉમાં અનેક સ્ટાર્સનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તે અનેક સ્ટાર્સ સાથે ખાસ બૉન્ડ શૅર કરતાં હતાં.

તસવીર સૌજન્ય મિડ-ડે
બૉલિવૂડ દિગ્ગજ એક્ટ્રેસમાંનાં (Bollywood Veteran Actress Tabassum Govil) એક તબ્બસુમ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તબ્બસુમનું કાર્ડિએક અરેસ્ટને (Cardiac Arrest) કારણે નિધન થયું હતું, તેમણે 78ની વયે અંતિમ શ્વાસ લેતા વિશ્વને હંમેશને માટે અલવિદા કહી દીધું. તબ્બસુમના નિધનથી દરેકનો આઘાત લાગ્યો છે તો બધાં તેમને અશ્રુભીની આંખે યાદ કરી રહ્યાં છે.
નાનકડી ઊંમરમાં શરૂ કર્યું કરિઅર
ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તબ્બસુમે માત્ર ત્રણ વર્ષની વયે જ એક્ટિંગની શરૂઆત કરી દીધી હતી. વર્ષ 1972થી 1993 સુધી તેમણે સેલિબ્રિટી ચેટ શૉ `ફૂલ ખિલે હૈં ગુલશન ગુલશન` શૉ હોસ્ટ કર્યો હતો. તબ્બસુમે પોતાના શૉમાં અનેક સ્ટાર્સનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તે અનેક સ્ટાર્સ સાથે ખાસ બૉન્ડ શૅર કરતાં હતાં.
ADVERTISEMENT
તબ્બસુમે વર્ષ 2014માં પોતાના એક ઇન્ટરવ્યૂમાં બૉલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો પણ શૅર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શૉ માટે અમિતાભ બચ્ચન ક્યારેય સ્ટૂડિયોમાં ગયા નહોતા, પણ તેમણે તબ્બસુમને જ પોતાની ફિલ્મના સેટ પર જ આવવા કહ્યું હતું. ત્યાર બાદ તબ્બસુમે જણાવ્યું હતું કે કેવી રીતે અમિતાભ બચ્ચને તેમનો જીવ બચાવ્યો હતો.
અમિતાભે બચાવ્યો તબ્બસુમનો જીવ
એક્ટ્રેસે કહ્યું હતું, "હું તમને અમિતાભ બચ્ચન સાથે જોડાયેલા એક કિસ્સો જણાવું છું, જે ફૂલ ખિલે... સાથે જોડાયેલો નથી. મેં તેમની સાથે ઈન્ડિયા અને અબ્રૉડમાં અનેક લાઈવ શૉઝ કર્યા છે. એકવાર શૉ મુંબઈના શનમુખાનંદ હૉલમાં થયો. હું વ્હીલચેરમાં હતી અને શૉ કરી રહી હતી, કારણકે મારા પગમાં ફ્રેક્ચર થયો હતો. પણ એકાએક ત્યાં આગ લાગી અને દોડાદોડ મચી."
તબ્બસુમે કહ્યું કે તેમણે મદદ માટે રાડ પાડી, પણ કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં. એક્ટ્રેસે કહ્યું કે, "બધા પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા. પણ ત્યારે જ અમિતજી આવ્યા. તેઓ મને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા. આજે હું માત્ર તેમને કારણે જીવીત છું. અમિતાભના વખાણ કરતા તબ્બસુમે ખૂબ જ સુંદર શબ્દ કહ્યાં હતાં." તેમણે કહ્યું હતું "હંમેશા જોવામાં આવ્યું છે કે મહાન નમે છે, જમીન નમતી નથી આસમાન નમે છે."
આ પણ વાંચો : Breaking News: વેટરન એક્ટ્રેસ તબ્બસુમ ગોવિલનું 78ની વયે કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન
તબ્બસુમની વાત કરીએ તો તેમણે પોતાના કરિઅરમાં હંમેશાં ચાહકોના મન પર રાજ કર્યું છે. તબ્બસુમનો અંદાજ દરેકનો પોતાના બનાવી લેતો હતો. તેમને ચાહકોનો પુષ્કળ પ્રેમ મળ્યો છે. આજે તબ્બસુમ આપણી વચ્ચે નથી રહ્યાં. પણ પોતાના ચાહકોની યાદમાં તે હંમેશાં જીવીત રહેશે.

