Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘વૉર 2’માં હૃતિકને ડિરેક્ટ કરશે આયાન મુખરજી

‘વૉર 2’માં હૃતિકને ડિરેક્ટ કરશે આયાન મુખરજી

05 April, 2023 04:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯માં આવેલી ‘વૉર’માં હૃતિકની સાથે ટાઇગર શ્રોફે કામ કર્યું હતું.

આયાન મુખરજી

આયાન મુખરજી


હૃતિક રોશનને હવે ‘વૉર 2’માં આયાન મુખરજી ડિરેક્ટ કરશે. યશરાજ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ૨૦૧૯માં આવેલી ‘વૉર’માં હૃતિકની સાથે ટાઇગર શ્રોફે કામ કર્યું હતું. આ ફિલ્મની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે. આ સીક્વલની સ્ટોરી પર આદિત્ય ચોપડા ખૂબ જ ફોકસ કરી રહ્યો છે અને એ​ ફિલ્મને ડિરેક્ટ કરવા માટે તેણે આયાન મુખરજીને પસંદ કર્યો છે. આયાને છેલ્લે રણબીર કપૂરને લઈને ‘બ્રહ્માસ્ત્ર’ને ડિરેક્ટ કરી હતી. આદિત્ય ચોપડાને એવા ડિરેક્ટરને પસંદ કરવો હતો જે બિગ બજેટની ફિલ્મને હૅન્ડલ કરી શકે. ‘બ્રહ્માસ્ત્ર’ને જોયા બાદ આદિત્યને લાગે છે કે આયાન આ ફિલ્મને ડિરેક્ટ કરવા માટે પર્ફેક્ટ છે. આ સ્પાય યુનિવર્સની ‘વૉર 2’ની ઍક્શનને અલગ લેવલ પર લઈ જવા માટે એક અલગ ડિરેક્ટરની જરૂર હતી અને એથી જ આયાનની એન્ટ્રી થઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2023 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK