દિલ્હીની તીસ હઝારી કોર્ટે શનિવારે ઍક્ટર આશિષ કપૂરને પોલીસતપાસ બાદ રિમાન્ડ માટે ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
આશિષ કપૂર
દિલ્હીની તીસ હઝારી કોર્ટે શનિવારે ઍક્ટર આશિષ કપૂરને પોલીસતપાસ બાદ રિમાન્ડ માટે ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ મામલે દિલ્હી પોલીસે પુણેથી તેની ધરપકડ કરી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ઑગસ્ટના બીજા અઠવાડિયામાં દિલ્હીમાં એક હાઉસ-પાર્ટી દરમ્યાન આશિષે વૉશરૂમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ પછી પોલીસે પુણેથી તેની ધરપકડ કરી હતી.
