શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને કહ્યું કે તેને આ વાત સામે કોઈ વાંધો નથી
શાહરુખ ખાન અને આર્યન ખાન
શાહરુખ ખાનની જેમ જ તેનાં બન્ને સંતાનો સુહાના અને આર્યન ખાને પણ ફિલ્મોની દુનિયામાં કરીઅર બનાવવાનો નિર્ણય લીધો છે. સુહાનાએ ૨૦૨૩માં ‘ધી આર્ચીઝ’ દ્વારા અભિનય ક્ષેત્રે એન્ટ્રી લીધી હતી અને હવે તે શાહરુખ સાથે ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. બીજી તરફ આર્યને પણ વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’ દ્વારા ડિરેક્ટર તરીકે કરીઅરની શરૂઆત કરી હતી.
આર્યનને હાલમાં ‘ટાઇમ’ મૅગેઝિનની ‘2026 TIME100 Next India’ યાદીમાં સ્થાન મળ્યું છે. આ પછી તેણે એક વાતચીતમાં તેના પપ્પા સાથે થતી સરખામણી વિશે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે તે આ સરખામણીને પ્રશંસા તરીકે જુએ છે. પપ્પા શાહરુખ સાથે થતી પોતાની સરખામણી વિશે વાત કરતાં આર્યને કહ્યું હતું કે ‘દરેકની તેમની સાથે સરખામણી થાય છે. જો મારીસરખામણી પણ તેમની સાથે થઈ રહી છે તો એમાં કોઈ વાંધો નથી. તેઓ અદ્ભુત છે. દુનિયાની નંબર વન વ્યક્તિ સાથે મારી સરખામણી થઈ રહી છે એ વાતને હું પ્રશંસા તરીકે લઉં છું.’
