Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુરાગ કશ્યપ લઈને આવી રહ્યો છે બાળકો માટેની ફિલ્મ લિટલ થૉમસ

અનુરાગ કશ્યપ લઈને આવી રહ્યો છે બાળકો માટેની ફિલ્મ લિટલ થૉમસ

Published : 13 September, 2026 02:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુલશન દેવૈયા અને રસિકા દુગ્ગલને મહત્ત્વના રોલમાં ચમકાવતી આ ફિલ્મ ૨૩ ઑક્ટોબરે રિલીઝ કરવાની જાહેરાત

લિટલ થૉમસ ફિલ્મ

લિટલ થૉમસ ફિલ્મ


ગુલશન દેવૈયા અને રસિકા દુગ્ગલને મહત્ત્વના રોલમાં ચમકાવતી બાળકો માટેની ફિલ્મ ‘લિટલ થૉમસ’ ૨૩ ઑક્ટોબરે થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે. બાળકલાકાર હૃદાંશ પારેખ ‘લિટલ થૉમસ’માં લીડ રોલ કરતો જોવા મળશે. અનુરાગ કશ્યપ ૨૦૦૭માં આવેલી ઍનિમેટેડ ફિલ્મ ‘રિટર્ન ઑફ હનુમાન’ બાદ બાળકો માટે પહેલી વખત ફિલ્મ બનાવી રહ્યો છે.

શું છે લિટલ થૉમસની વાર્તા?



‘લિટલ થૉમસ’ની વાર્તા ૧૯૯૦ના દાયકામાં ગોવામાં રચાઈ છે. ફિલ્મ એક એવા નાનકડા છોકરા થૉમસની આસપાસ ફરે છે જે પોતાના માટે એક નાનો ભાઈ મેળવવાનું સપનું જુએ છે. એક દિવસ થૉમસને કોઈ કહે છે કે નાનો ભાઈ મેળવવા માટે તેનાં મમ્મી-પપ્પાએ એકબીજાને કિસ કરવી પડશે પણ સતત ઝઘડા કરતાં તેનાં મમ્મી-પપ્પા હવે એકબીજાને કિસ કરતાં નથી. આ સંજોગોમાં થૉમસ પોતે જ બન્નેને ફરી નજીક લાવવાનું મિશન શરૂ કરે છે અને ત્યાંથી શરૂ થાય છે તેની નિર્દોષ, રમૂજી અને ભાવુક સફર.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK