Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > IPO બજારમાં તેજીનું ઘોડાપૂર : ૩૧૦૦ કરોડ રૂપિયાનાં ભરણાં સામે ઠલવાયા ૧.૪ લાખ કરોડ રૂપિયા

IPO બજારમાં તેજીનું ઘોડાપૂર : ૩૧૦૦ કરોડ રૂપિયાનાં ભરણાં સામે ઠલવાયા ૧.૪ લાખ કરોડ રૂપિયા

Published : 13 September, 2026 12:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માત્ર ૩૧૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાના લક્ષ્યાંક સામે રોકાણકારોએ ૧.૪ લાખ કરોડ રૂપિયાની બોલી લગાવી દીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પ્રાઇમરી માર્કેટમાં તેજીનું ઘોડાપૂર જોવા મળ્યું છે. શુક્રવારે એકસાથે ૬ મેઇનબોર્ડ અને ત્રણ સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SME) મળીને કુલ ૯ ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) બંધ થયા હતા. માત્ર ૩૧૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાના લક્ષ્યાંક સામે રોકાણકારોએ ૧.૪ લાખ કરોડ રૂપિયાની બોલી લગાવી દીધી હતી.

સૌથી વધુ કમાલ રેન્ટોમોજોએ કરી હતી. ૧૨૫૦ કરોડ રૂપિયાના કુલ ઇશ્યુમાં ૮૭૧ કરોડ રૂપિયાના પોસ્ટ-ઍન્કર ભાગ સામે ૭૩ ગણી ડિમાન્ડ અને ૬૩,૫૮૩ કરોડ રૂપિયાની બોલી આવી હતી. આ દિવસે કરમતારા એન્જિનિયરિંગ ૬૩ ગણો ભરાયો હતો અને ૪૦,૬૬૭ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોંધાઈ હતી. અન્ય IPOમાં LLC પ્રોજેક્ટ્સ માટે ૧૪,૮૧૭ કરોડ રૂપિયા, આર્સિલ માટે ૧૦,૩૧૧ કરોડ રૂપિયા અને સ્ટીમહાઉસ ઇન્ડિયા માટે ૯૨૯૯ કરોડ રૂપિયાની ડિમાન્ડ આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK