Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુપમ ખેરે ધામધૂમથી ઊજવી માતા દુલારી ખેરની ૯૫મી વર્ષગાંઠ

અનુપમ ખેરે ધામધૂમથી ઊજવી માતા દુલારી ખેરની ૯૫મી વર્ષગાંઠ

Published : 07 June, 2026 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુપમે આ સેલિબ્રેશનનાં વિડિયો અને તસવીરો સોશ્યલ મીડિયામાં પણ શૅર કર્યાં છે.

અનુપમ ખેરે ધામધૂમથી ઊજવી માતા દુલારી ખેરની ૯૫મી વર્ષગાંઠ

અનુપમ ખેરે ધામધૂમથી ઊજવી માતા દુલારી ખેરની ૯૫મી વર્ષગાંઠ


અનુપમ ખેરે શુક્રવારે ધામધૂમથી માતા દુલારી ખેરની ૯૫મી વર્ષગાંઠ ઊજવી હતી. આ સેલિબ્રેશનમાં અનુપમના નજીકના પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી. ઉજવણીમાં અનિલ કપૂર અને જૅકી શ્રોફ જેવા જાણીતા કલાકારો પણ સામેલ થયા હતા. અનુપમે આ સેલિબ્રેશનનાં વિડિયો અને તસવીરો સોશ્યલ મીડિયામાં પણ શૅર કર્યાં છે.

ડેવિડ ધવનના નિવૃત્તિના નિર્ણયથી અનુપમ નારાજ



ફિલ્મમેકર ડેવિડ ધવને તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમની આગામી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ છેલ્લી ફિલ્મ હશે. ડેવિડ ધવનના આ નિર્ણયથી તેમનો ખાસ મિત્ર અનુપમ ખેર સંમત નથી અને તેમણે ફોન કરીને ડેવિડ ધવન પાસે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પોતાની નારાજગીનું કારણ જણાવતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘ડેવિડ મારો ખૂબ સારો મિત્ર છે. જ્યારે મને તેના નિવૃત્તિના નિર્ણય વિશે ખબર પડી ત્યારે મેં તેને ફોન કરીને ઠપકો આપ્યો હતો. મેં તેને કહ્યું હતું કે આ તારી છેલ્લી ફિલ્મ છે એવું નક્કી કરનાર તું કોણ છે? જો દર્શકો તને પસંદ કરે છે તો ફિલ્મો બનાવવાનું ચાલુ રાખ. મારા પિતા કહેતા હતા કે નિવૃત્તિ માત્ર મનની એક સ્થિતિ છે. આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણે એવા વ્યવસાયમાં છીએ જ્યાં નિવૃત્તિ માટે કોઈ નિશ્ચિત ઉંમર હોતી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK