Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ધ લિસ્ટ’માં દેખાશે અંગદ બેદી અને કીર્તિ કુલ્હારી

‘ધ લિસ્ટ’માં દેખાશે અંગદ બેદી અને કીર્તિ કુલ્હારી

19 September, 2022 04:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍમેઝૉન મિની ટીવી પર બાવીસ સપ્ટેમ્બરે એને દેખાડવામાં આવશે

કીર્તિ કુલ્હારી અને અંગદ બેદી

કીર્તિ કુલ્હારી અને અંગદ બેદી


અંગદ બેદી અને કીર્તિ કુલ્હારી એક શૉર્ટ ફિલ્મ ‘ધ લિસ્ટ’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે વ્યક્તિનું જીવન જ્યારે રોબોટિક બની જાય તો એની કેવી અસર થાય છે. ફિલ્મને સિદ્ધાર્થ રૉય કપૂરે પ્રોડ્યુસ અને ગૌરવ દવેએ ડિરેક્ટ કરી છે. ઍમેઝૉન મિની ટીવી પર બાવીસ સપ્ટેમ્બરે એને દેખાડવામાં આવશે. આ ફિલ્મની નાનકડી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કીર્તિ કુલ્હારીએ કૅપ્શન આપી હતી, ‘જો તમારી લાઇફ એક પ્લાન મુજબ ચાલે તો એમાં વાંધો શું છે? મારી અને અંગદ બેદીની ‘ધ લિસ્ટ’ ઍમેઝૉન મિની ટીવીના મિની મૂવી ​ફેસ્ટિવલમાં જોવા મળશે. બાવીસ સપ્ટેમ્બરથી આ ફ્રીમાં તમને જોવા મળશે.’


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 04:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK