વૉકર ભૂતપૂર્વ મૉડલ છે અને હાલમાં તે અનંત અંબાણીના વનતારા પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે
અનન્યા, તેનો બોયફ્રેન્ડ અને સુહાના
અનન્યા પાંડે હાલમાં તેની ફિલ્મ ‘કેસરી : ચૅપ્ટર 2’ની સફળતાનો સ્વાદ ચાખી રહી છે. આ ફિલ્મમાં અનન્યાની ઍક્ટિંગનાં વખાણ થઈ રહ્યાં છે. હાલમાં અનન્યા આ ફિલ્મના પ્રમોશનમાંથી સમય કાઢીને પોતાના બૉયફ્રેન્ડ વૉકર બ્લૅન્કો સાથે લંચ-ડેટ પર ગઈ હતી. આ લંચ-ડેટમાં અનન્યાની ખાસ ફ્રેન્ડ સુહાના ખાને પણ તેને કંપની આપી હતી. જોકે આ લંચ-ડેટ પર અનન્યા અને વૉકરે રેસ્ટોરાંમાંથી સાથે બહાર આવવાને બદલે અલગ-અલગ બહાર આવવાનું પસંદ કર્યું હતું.
આ લંચ-ડેટ વખતે અનન્યાએ બેબી બ્લુ ટૉપ અને વાઇટ પૅન્ટ પહેર્યાં હતાં. એ સમયે ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપમાં તે ખૂબસૂરત દેખાતી હતી. વૉકરે પણ વાઇટ ટી-શર્ટ અને ખાખી પૅન્ટ પહેર્યાં હતાં.
ADVERTISEMENT
એક સમયે અનન્યા અને આદિત્ય રૉય કપૂર એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં પણ તેમના બ્રેકઅપ પછી અનન્યાનું નામ વૉકર બ્લૅન્કો સાથે જોડાયું છે. આ બન્ને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં પણ સાથે ને સાથે જોવા મળ્યાં હતાં. વૉકર ભૂતપૂર્વ મૉડલ છે અને હાલમાં તે અનંત અંબાણીના વનતારા પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે.

