આ શો કરણ જોહર અને અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કર્યો છે

અનન્યા પાન્ડે
વરુણ ધવને ઍમેઝૉન પ્રાઇમ વિડિયોની અનન્યા પાન્ડે સાથેની આગામી વેબ-સિરીઝ ‘કૉલ મી બે’ની જાહેરાત કરી છે. આ શો કરણ જોહર અને અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કર્યો છે. એને માટે વરુણે એક ફની વિડિયો શૅર કર્યો હતો. એ વિડિયોમાં બન્ને વચ્ચે ફૅશનને લઈને વિવાદ થાય છે. અનન્યા વરુણનો ક્લાસ લે છે. વિડિયોની શરૂઆતમાં વરુણ કહે છે કે જો કોઈ ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને ચાચુ કહી દે તો એનો અર્થ એ નથી કે તે ફૅશન-એક્સપર્ટ બની જાય. અનન્યા બેલ્ટને પસંદ કરવા માટે કન્ફ્યુઝ દેખાય છે. વરુણ ફરીથી તેના પર કમેન્ટ કરે છે કે ‘બન્ને બ્લુ છે. તમે ફૅશનના લોકો પણ...’ એ સાંભળતાં જ અનન્યા વરુણ પર વરસી પડે છે. ત્યાર બાદ વરુણ તેની માફી માગે છે. અનન્યા કહે છે કે ‘તેં જે બ્લુ બૉક્સર પહેર્યું છે એનાથી તું પેપ્સ દેખાડવા માગે છે કે તું ફૅશન પર ધ્યાન નથી આપતો. જોકે તું એ નથી જાણતો કે તારું બૉક્સર ન તો બ્લુ છે કે ન તો ટરક્વૉઇશ છે અને ન તો લેપિસ છે. આ તો સેરુલીન છે. મને એ વિચારતાં જ હસવું આવે છે કે તારી પાસે ફૅશન-ઇન્ડસ્ટ્રીથી ડિસકનેક્ટ થવા માટે પર્યાય છે. જોકે વાસ્તવિકતા એ છે કે તેં જે અન્ડરવેઅર પહેરી છે એ અમે ફૅશનના લોકોએ જ સિલેક્ટ કરી છે.’
આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વરુણે કૅપ્શન આપી હતી, ‘પક્કી ખબર હૈ ગાય્ઝ. અનન્યા પાન્ડે પ્રાઇમ વર્સની નવી ફૅશનિસ્ટા છે. ‘કૉલ મી બે’નું શૂટિંગ શરૂ થયું છે.’