અનંત-રાધિકાના જલસામાં બૉયફ્રેન્ડ રાહુલ મોદીને પણ સાથે લઈ ગઈ છે
શ્રદ્ધા કપૂર ગઈ કાલે જામનગરમાં (ડાબે), શ્રદ્ધા કપૂર અને તેનો બૉયફ્રેન્ડ રાહુલ મોદી શુક્રવારે જામનગર પહોંચ્યાં ત્યારે
શ્રદ્ધા કપૂરનો આજે બર્થ-ડે છે. શ્રદ્ધા ૩૭ વર્ષ પૂરાં કરીને ૩૮મા વર્ષમાં પ્રવેશી છે. શ્રદ્ધા શુક્રવારે તેના કહેવાતા બૉયફ્રેન્ડ રાહુલ મોદી સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં પ્રી-વેડિંગ ફંક્શન્સ માટે જામનગર પહોંચી હતી. આ ફંક્શન્સ આજ સુધી ચાલવાનાં છે એટલે શ્રદ્ધા જન્મદિવસ ત્યાં ઊજવે છે કે કેમ એ જોવું રહ્યું.
રાહુલ મોદી ફિલ્મ-રાઇટર છે. તેણે શ્રદ્ધાની તાજેતરની ફિલ્મ ‘તૂં જૂઠી મૈં મક્કાર’ લખી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જ બન્ને નિકટ આવ્યાં હોવાનું કહેવાય છે. શ્રદ્ધા આ પહેલાં સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા અને ફિલ્મમેકર-ઍક્ટર ફરહાન અખ્તર સાથે સિરિયસ રિલેશનશિપમાં રહી ચૂકી છે.


