Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Amrita Singh Birthday: સારા અલી ખાને મમ્મીને અનોખી રીતે પાઠવી શુભેચ્છા, શેર કરી પોસ્ટ

Amrita Singh Birthday: સારા અલી ખાને મમ્મીને અનોખી રીતે પાઠવી શુભેચ્છા, શેર કરી પોસ્ટ

09 February, 2024 07:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની માતા અને અભિનેત્રી અમૃતા સિંહ સાથે તસવીરો શેર કરતી રહે છે

તસવીર: સારા અલી ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર: સારા અલી ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની માતા અને અભિનેત્રી અમૃતા સિંહ સાથે તસવીરો શેર કરતી રહે છે. આજે 9 ફેબ્રુઆરીએ, અમૃતા સિંહ (Amrita Singh Birthday)ના જન્મદિવસ પર, સારાએ હૃદય સ્પર્શી કવિતા સાથે બે તસવીરો પણ શેર કરી છે.

સારા અલી ખાને એક ભાવનાત્મક કવિતા લખીઅમૃતા સિંહ (Amrita Singh Birthday) 9 ફેબ્રુઆરીએ પોતાનો 66મો જન્મદિવસ ઊજવી રહી છે. આવી સ્થિતિમાં તેના ચાહકો તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દરમિયાન, આ ખાસ દિવસે સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની માતા સાથેની બે તસવીરો શેર કરી છે. તસવીરોમાં સારા અમૃતા સિંહ સાથે મર્ડર મુબારક અને એ વતન મેરે વતનનું ક્લેપબોર્ડ પકડેલી જોવા મળે છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)


આ તસવીરોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “મારી દુનિયા, મારી મા, મારી જિંદગી તમારામાં વસે છે. મારો સૌથી મોટો પ્રયત્ન એ છે કે તમારું સન્માન જાળવી રાખો અને તમારા ગૌરવ અને સન્માનમાં વધારો કરવાનો પ્રયાસ કરો. તમને દરેક સમયે આશ્ચર્ય કરવા બદલ માફ કરશો. તમારી પાસે જે છે તે બધું કરવું સરળ નથી અને તે પ્રેમનું માપ છે.”
તેણીએ લખ્યું કે, “તમારા અનંત પ્રેમ, ધૈર્ય અને ધ્યાન, જેણે મને ખૂબ સુરક્ષિત અનુભવ્યું છે - દિયા ઇતના અમ્મા, આસમાન મેં ઉડાન કા સપના દેખ સકું, ધન્યવાદ મા ઔર કૈસે કરું બયાન, કી આપ હૈ મેરા પૂરા જહાં.”

સારા અલી ખાનનું વર્ક ફ્રન્ટ

સારા અલી ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં `મર્ડર મુબારક` અને `એ વતન મેરે વતન` ફિલ્મોમાં જોવા મળશે. હાલમાં જ મર્ડર મુબારકનું ટીઝર પણ રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, વિજય વર્મા, ડિમ્પલ કાપડિયા, કરિશ્મા કપૂર, સંજય કપૂર, ટિસ્કા ચોપરા અને સુહેલ નય્યર સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે.

સારાની ‘મર્ડર મુબારક’ આવશે ઑનલાઇન

સારા અલી ખાનની આગામી ફિલ્મ ‘મર્ડર મુબારક’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૫ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મને હોમી અડાજણિયાએ ડિરેક્ટ કરી છે અને દિનેશ વિજનના મેડોક ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં સસ્પેન્સ, કૉમેડી અને રોમૅન્સનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, કરિશ્મા કપૂર, વિજય વર્મા અને ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એક મર્ડરની આસપાસ ફરે છે. એની ઝલક દેખાડતો એક વિડિયો સારાએ શૅર કર્યો છે, જેમાં પંકજ ત્રિપાઠી કહે છે કે ‘જે હત્યા કરે છે તેઓ કેવા દેખાય છે? ઉદાહરણ તરીકે સાઉથ દિલ્હીની કોઈ રાજકુમારી? કે પછી ચાંદની ચૌકનો ઘાતક પ્રેમી? જૂની ફિલ્મોની ડ્રીમ ગર્લ? કે પછી મોજીલી વિચિત્ર આર્ટિસ્ટ? અથવા તો તે જેની નસમાં શાહી લોહી વહી રહ્યું છે એ? કે ખતરનાક ગૉસિપ કરનાર? કે પછી હંમેશાં પાર્ટીમાં ધૂત રહેનાર? મોટા ભાગના હત્યારાઓ હત્યારા જેવા દેખાતા નથી. તેઓ આપણી જેમ જ સાધારણ સ્ત્રી-પુરુષ જેવા હોય છે. તેઓ કદાચ તમારી બાજુમાં જ બેસીને હસતા હશે. મનમાં ને મનમાં તેઓ હત્યા માટે પોતાને ‘મર્ડર મુબારક’ની શુભેચ્છા આપી રહ્યા હશે.’

આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘ઇતને સારે કલરફુલ કિરદાર ઔર યે સબ આપકો બધાઈ દેને આયે હૈં - ‘મર્ડર મુબારક.’ આ ફિલ્મ નેટફ્લિક્સ પર ૧૫ માર્ચે રિલીઝ થશે.’

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 07:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK