Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મીડિયાએ તેમની વાતનું ખોટું રિપોર્ટિંગ કરતાં અમિતાભ બચ્ચન બરાબર ગુસ્સે થયા

મીડિયાએ તેમની વાતનું ખોટું રિપોર્ટિંગ કરતાં અમિતાભ બચ્ચન બરાબર ગુસ્સે થયા

Published : 03 November, 2026 10:40 AM | Modified : 03 November, 2026 11:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમારા ફૉલોઅર્સની સંખ્યા પાંચ કરોડ, જે દિવસે અમે ઇશારો કર્યો એ દિવસે એમાંથી માત્ર ૧૦ ટકા લોકો ઠોકવા માટે તૈયાર.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને નારાજગી વ્યક્ત કરી હતી અને સાથે આક્ષેપ મૂક્યો હતો કે મીડિયા તેમના લખેલા શબ્દોને ખોટી રીતે રજૂ કરે છે. આ સાથે જ અમિતાભે તેમના પાંચ કરોડથી વધુ ફૉલોઅર્સનો ઉલ્લેખ કરીને ચેતવણી પણ આપી હતી. હકીકતમાં અમિતાભે થોડા દિવસ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ માટે પ્રાર્થનાના રૂપમાં એક પંક્તિ લખી હતી, પણ એક ન્યુઝ વેબસાઇટે એને વિરોધીઓ તરફથી મળતી ધમકીઓ સાથે જોડીને રજૂ કરી હતી. આ વાતથી અમિતાભ નારાજ થયા છે.

અમિતાભે ગઈ કાલે વહેલી સવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘કૃષ્ણ કનૈયા માટે પ્રાર્થનાના રૂપમાં ઘણી વખત એક પંક્તિ ઉચ્ચારવામાં આવે છે, ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી.’ પણ મીડિયા એનો અનાદર કરીને પોતાના પ્રચાર માટે એને આ રીતે છાપે છે કે જુઓ, અમિતાભ પોતાના વિરોધીઓને પડકાર આપી રહ્યા છે કે ‘લાવો હાથી-ઘોડા, અમે અમારાં હથિયારોથી લડીશું, ડરીશું નહીં.’ મીડિયાવાળાઓ, કાન ફાડીને સાંભળી લો. અમારા ફૉલોઅર્સની સંખ્યા પાંચ કરોડ છે. જે દિવસે અમે ઇશારો કર્યો એ દિવસે એમાંથી માત્ર ૧૦ ટકા લોકો ઠોકવા માટે તૈયાર બેઠા છે. તમે અમારા શબ્દોને જેટલા ઉલટાવી-પલટાવીને રજૂ કરીને વખોડશો એના કરતાં ૧૦૦ ગણું વધુ કરવાની ક્ષમતા અમારા ફૉલોઅર્સ પાસે છે. બસ, કહેવાની વાર છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK