અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે, રવિવારે ફૅન્સને ન મળવાનું કારણ શું છે
અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના બંગલા ‘જલસા’ની બહાર ભેગા થતા ફૅન્સને મળે છે. જોકે ગયા રવિવારે અમિતાભને મળવા માટે મોટી સંખ્યામાં પહોંચેલા ચાહકોને તેમની ઝલક જોવા ન મળતાં તેઓ નિરાશ થયા હતા. આ પછી અમિતાભે પોતાના બ્લૉગમાં આ પરંપરા તૂટવાનું કારણ જણાવીને કહ્યું હતું કે તેઓ આ રૂટીનમાંથી થોડા સમય માટે બ્રેક લઈ રહ્યા છે.
રવિવારે ફૅન્સને ન મળવાનું કારણ જણાવતાં અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે, ‘કામ સંપૂર્ણ જોશ સાથે ચાલુ છે, પરંતુ એક ‘પણ’ આવી જાય છે અને મારો દિવસ અહીં પૂરો થઈ જાય છે. રવિવારની રજા માણવા માટે સમય જોઈએ. અહીં રવિવાર છે, પરંતુ અફસોસ કે જલસાના ગેટ પર કોઈ નથી. તેથી અહીં આવવાની મુસાફરીની ઊર્જા બચાવો, જલદી જ મુલાકાત થશે.’
ADVERTISEMENT
નોંધનીય છે કે દર રવિવારે ચાહકો મોટી સંખ્યામાં અમિતાભ બચ્ચનના નિવાસસ્થાનની બહાર તેમની એક ઝલક મેળવવા માટે ભેગા થાય છે અને છેલ્લાં ૪૦થી વધુ વર્ષથી અમિતાભ બચ્ચન તેમને મળે છે. અમિતાભ પણ સોશ્યલ મીડિયામાં ફૅન્સ સાથેની મુલાકાતનો અનુભવ શૅર કરતા રહે છે.
