° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

જન્મદિવસે શુભેચ્છાઓ મોકલનાર ફૅન્સને અમિતાભ બચ્ચને કહ્યું 'Thank You'

11 October, 2020 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

જન્મદિવસે શુભેચ્છાઓ મોકલનાર ફૅન્સને અમિતાભ બચ્ચને કહ્યું 'Thank You'

તસવીર સૌજન્ય: ટ્વીટર

તસવીર સૌજન્ય: ટ્વીટર

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આજે એટલે કે 3 ઓક્ટોબરના રોજ પોતાનો 78મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. સામાન્ય રીતે જન્મદિવસે બિગ બી હંમેશા તેમના બંગલો જલસાની બહાર ભેગા થયેરલા ફૅન્સનું બહાર આવીને હાથ હલાવીને અભિવાદન કરે છે. તેમજ ફૅન્સની શુભેચ્છાઓ અને પ્રેમ માટે તેમનો આભાર માને છે. જોકે, આ વર્ષે કોરોના વાયરસને કારણે આ તમામની સંભાવના નથી. એટલે આ વર્ષે ફૅન્સનો આભાર માનવા માટે તેમણે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. જન્મદિવસે શુભેચ્છાઓ અને પ્રેમનો વરસાદ કરનાર ફૅન્સને અમિતાભ બચ્ચને 'Thank You' કહ્યું છે.

અમિતાભ બચ્ચને ટ્વીટર પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તેઓ હાથ જોડેલાં નજર આવે છે. આ ફોટોની સાથે જ બિગ બીએ તેમનાં ફૅન્સને દુનિયાભરની અલગ અલગ ભાષાઓમાં ધન્યવાદ કહ્યું છે. જેમાં ટર્કિશથી લઈ જાપાની ભાષા શામેલ છે. બિગ બીની આ પોસ્ટ પર હવે તેમનાં ફૅન્સ કમેન્ટ કરીને તેમને જન્મ દિવસની વધામણી આપી રહ્યાં છે.

ફોટોની સાથે કૅપ્શનમાં તેમણે લખ્યું છે કે, '11 ઓક્ટોબર માટે આપની ઉદારતા અને પ્રેમ મારા માટે સૌથી મોટો ઉપહાર છે... હું સંભવત: આનાંથી વધુ આપને કહીં ન શકું.'

તમને જણાવી દઈએ કે, બિગ બી હાલ સોની ટીવીના ગેમ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 12'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આવામાં આ ખાસ દિવસનું સેલિબ્રેશન પણ શોના સેટ પર કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે આ વર્ષે બચ્ચન પરિવારે જન્મદિવસનું સેલિબ્રેશન કરવાને બદલે એક સામાન્ય ફેમિલી ડિનર જ પ્લાન કર્યો છે.

11 October, 2020 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ઑડિશનમાં નેહા કક્કડને ગાતી સાંભળીને અનુ મલિકે પોતાને જ જડી દીધો તમાચો

નેહા કક્કડ તેરી આવાઝ સુન કર લગતા હૈ મૈં અપને મુંહ પર મારું થપ્પડ, યાર ક્યા હો ગયા હૈ તેરે કો

12 April, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે

12 April, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

શ્રેયા ઘોષાલ માટે ફ્રેન્ડ્સે આયોજિત કર્યો ઑનલાઇન બેબી શાવર

આશા છે કે સમય કંઈક સારો હોત, ન લૉકડાઉન હોત કે ન કરફ્યુ હોત. મારી ગર્લ્સને મળવાનું મિસ કરી રહી છું.

12 April, 2021 01:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK