‘આજનું કામ પૂરું થયું અને હવે પોતાના પર કામ કરવાનો સમય છે. જ્યારે તમે કામ કરો છો ત્યારે કામ તમારી તમામ ચિંતાઓનું ધ્યાન રાખે છે. જ્યારે કામ અટકી જાય છે, ત્યારે બાકીનું બધું પણ અટકી જાય છે. કામ કરતા રહો. લવ...’
અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)
૮૩ વર્ષની વયે પણ અમિતાભ બચ્ચન સતત સક્રિય રહે છે. તેઓ પ્રોફેશનલી તો વ્યસ્ત છે જ પણ સોશ્યલ મીડિયામાં પણ ઍક્ટિવ છે. હાલમાં અમિતાભે પોતાના બ્લૉગમાં ખાસ નોંધ શૅર કરી છે જેમાં તેમણે કહ્યું છે કે કામમાં જીવનની તમામ ચિંતાઓને દૂર કરવાની શક્તિ હોય છે. અમિતાભે સૌને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવા અને સતત આગળ વધતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા છે.
અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે ‘આજનું કામ પૂરું થયું અને હવે પોતાના પર કામ કરવાનો સમય છે. જ્યારે તમે કામ કરો છો ત્યારે કામ તમારી તમામ ચિંતાઓનું ધ્યાન રાખે છે. જ્યારે કામ અટકી જાય છે, ત્યારે બાકીનું બધું પણ અટકી જાય છે. કામ કરતા રહો. લવ...’
