Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકા-A સામે ઇન્ડિયા-Aએ ૪૫૨/૬ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી

શ્રીલંકા-A સામે ઇન્ડિયા-Aએ ૪૫૨/૬ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી

Published : 27 June, 2026 03:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીલંકા-A સામેની પહેલી અનઑફિશ્યલ મૅચના બીજા દિવસે પણ ઇન્ડિયા-A ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજા દિવસે ભારતે ૧૧૧.૪ ઓવરમાં ૪૫૨-૬ ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી.

કૅપ્ટન ધ્રુવ જુરેલ ૨૧૫ બૉલમાં ૧૪૧ રન કરીને અણનમ રહ્યો હતો.

કૅપ્ટન ધ્રુવ જુરેલ ૨૧૫ બૉલમાં ૧૪૧ રન કરીને અણનમ રહ્યો હતો.


શ્રીલંકા-A સામેની પહેલી અનઑફિશ્યલ મૅચના બીજા દિવસે પણ ઇન્ડિયા-A ટીમે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજા દિવસે ભારતે ૧૧૧.૪ ઓવરમાં ૪૫૨-૬ ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી દીધી હતી. બીજા દિવસના અંતે શ્રીલંકાએ ૩૧ ઓવરમાં ૧૧૩-૨નો સ્કોર કર્યો હતો. ભારત પાસે હજી ૩૩૯ રનની લીડ બચી છે. 
પહેલા દિવસે સાઈ સુદર્શનના ૧૩૨ રનની મદદથી ભારતે ૮૬ ઓવરમાં ૪ વિકેટે ૩૩૩ રન ઝૂડ્યા હતા. બીજા દિવસે કૅપ્ટન ધ્રુવ જુરેલ ૨૧૫ બૉલમાં ૧૩ ફોર અને એક સિક્સના આધારે ૧૪૧ રન કરીને અણનમ રહ્યો હતો. શૈખ રશીદે ૧૧૩ બૉલમાં ૬૩ રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાનો ફાસ્ટ બોલર ચમિકા ગુણશેખરા ૩ વિકેટ સાથે સૌથી સફળ રહ્યો હતો. 
વરસાદથી પ્રભાવિત બીજા દિવસની રમતમાં શ્રીલંકાના બન્ને ઓપનર્સ ૧૦.૪ ઓવરમાં ૩૮ રનના સ્કોરે તંબુભેગા થયા હતા. ત્રીજા ક્રમે રમવા આવેલો નુવાનિદુ ફર્નાન્ડો ૧૦૩ બૉલમાં ૬૫ રન કરીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ફાસ્ટ બોલર્સ અંશુલ કમ્બોજ અને યશ ઠાકુરને એક-એક સફળતા મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

27 June, 2026 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK