બિગ બીએ જવાનું કહ્યું તો પણ ન હલ્યા
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનના લાખો-કરોડો ફૅન્સ છે, જેમની સાથે તેઓ દર રવિવારે મુલાકાત કરે છે. આ તેમની વર્ષો જૂની પરંપરા છે. રવિવારે જ્યારે તેઓ પોતાના ચાહકોને મળવા માટે પોતાના ઘર જલસાના દરવાજે પહોંચ્યા ત્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. એમ છતાં ભીડમાં કોઈ કમી નહોતી. પોતાના ફૅન્સનો આ ઉત્સાહ જોઈને બિગ બી નિ:શબ્દ થઈ ગયા. તેમણે પોતાના બ્લૉગમાં આનો ઉલ્લેખ કર્યો છે અને આટલો પ્રેમ આપવા બદલ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે.
અમિતાભ બચ્ચને લખ્યું, ‘મુશળધાર વરસાદ, પરંતુ તેઓ ઊભા રહ્યા, અડગ રહ્યા. આ સ્નેહનો મારી પાસે કોઈ જવાબ નથી, ના કોઈ શબ્દ, બસ ઈશ્વરની કૃપા બની રહે. મારા પર નહીં, તેમના પર જેમનો સ્નેહ કોઈ પણ વરસાદ રોકી શકે નહીં.’
ADVERTISEMENT
આ વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે અમિતાભ પોતાના ચાહકોને વરસાદમાં ભીંજાતા જોઈને તેમને જવા માટે પણ કહે છે, પરંતુ કોઈ ટસથી મસ થતું નથી. તેઓ હાથ જોડીને બધાનું અભિવાદન કરે છે.


