અમિતાભ બચ્ચન પરિવારની મહિલાઓને બહુ આદર અને પ્રેમ કરે છે
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન પરિવારની મહિલાઓને બહુ આદર અને પ્રેમ કરે છે, પણ તેમને પરિવારની મહિલાઓ વાળ કપાવે એ બિલકુલ ગમતું નથી. થોડા સમય પહેલાં દીકરી નવ્યા નવેલી નંદાના પૉડકાસ્ટમાં અમિતાભની દીકરી શ્વેતાએ આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે ‘હું મારા હેરકટ કરાવતી એ મારા પપ્પાને બિલકુલ નહોતું ગમતું. તેમને હું વાળ કપાવું એની સામે બહુ સમસ્યા હતી. તેમને એ વાતથી નફરત હતી. તેઓ મને હંમેશાં સવાલ કરતા કે હું શું કામ વાળ કપાવું છું? તેમને લાંબા વાળ બહુ ગમે છે.’
આ પૉડકાસ્ટમાં શ્વેતાએ જણાવ્યું હતું કે હું જ્યારે નાની હતી ત્યારે મારી મમ્મી જયા મારા વાળમાં ડુંગળીનો રસ લગાવતી હતી જે મને બિલકુલ ગમતું નહોતું. પોતાની બાળપણની વાત શૅર કરતાં શ્વેતાએ કહ્યું હતું કે ‘સવારે સ્કૂલ જતી વખતે વાળ ઓળાવતી વખતે મને બહુ માર પડતો હતો. મારી મમ્મી મને કાંસકાથી ખભા પર ફટકા મારીને સીધી બેસવાની સૂચના આપતી હતી અને પછી ટાઇટ ચોટલી બાંધીને લૂપ હેરસ્ટાઇલ બનાવી દેતી હતી.’

