Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચને અલીબાગમાં ખરીદી ૧૦ કરોડ રૂપિયાની જમીન

અમિતાભ બચ્ચને અલીબાગમાં ખરીદી ૧૦ કરોડ રૂપિયાની જમીન

23 April, 2024 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રોજેક્ટ ૨૦ એકરમાં બની રહ્યો છે, જે ગયા વર્ષે એપ્રિલમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને હાલમાં જ અલીબાગમાં જમીન ખરીદી છે. બીચ ટાઉન તરીકે જાણીતા અલીબાગમાં ઘણી સેલિબ્રિટીઝનાં ઘર આવેલાં છે. એમાં એક લક્ઝુરિયસ વિલા બનાવવા માટે અમિતાભ બચ્ચને દસ હજાર સ્ક્વેર ફીટની જમીન ખરીદી છે. તેમણે ધ હાઉસ ઑફ અભિનંદન લોઢા પાસેથી દસ કરોડ રૂપિયાની આ જમીન ખરીદી છે અને રજિસ્ટ્રેશન ગયા અઠવાડિયે કરવામાં આવ્યું હતું. ‘અ અલીબાગ’ પ્રોજેક્ટમાં તેમણે આ જમીન ખરીદી છે. આ પ્રોજેક્ટ ૨૦ એકરમાં બની રહ્યો છે, જે ગયા વર્ષે એપ્રિલમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ અગાઉ અમિતાભ બચ્ચને અયોધ્યામાં પણ જમીન ખરીદી હતી. તેમણે ૧૪.૫ કરોડ રૂપિયામાં ત્યાં દસ હજાર સ્ક્વેર ફીટની જમીન ખરીદી હતી. તેમણે ઘણી પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તેમના બંગલો ‘પ્રતીક્ષા’ને તેમણે ગયા વર્ષે દીકરી શ્વેતા બચ્ચન નંદાને ગિફ્ટ કર્યો હતો. ‘જલસા’માં તેઓ પોતે રહે છે અને ‘જનક’નો તેઓ તેમની ઑફિસ તરીકે ઉપયોગ કરે છે. ડિસેમ્બરમાં અમિતાભ બચ્ચને ઓશિવરામાં આવેલી તેમની ઑફિસને વૉર્નર મ્યુઝિક ઇન્ડિયાને લીઝ પર આપી હતી. તેમણે એક કમર્શિયલ ટાવરમાં સંપૂર્ણ ફ્લોર ખરીદી લીધો હતો, જેને લાંબા સમય માટે લીઝ પર આપી દીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

23 April, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK