૧૯ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મના પ્રોડ્યુસર કેશુ રામસેના દીકરા આર્યમન રામસેએ કહ્યું કે ‘અમે ‘ખાખી’ની સીક્વલ બનાવી રહ્યા છીએ
ફિલ્મ ‘ખાખી’નું પોસ્ટર
અક્ષયકુમાર, અજય દેવગન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ‘ખાખી’ની સીક્વલ બનવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને રાજકુમાર સંતોષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી જેમાં તુષાર કપૂરે પણ કામ કર્યું હતું. ૧૯ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મના પ્રોડ્યુસર કેશુ રામસેના દીકરા આર્યમન રામસેએ કહ્યું કે ‘અમે ‘ખાખી’ની સીક્વલ બનાવી રહ્યા છીએ. બેસિક પ્લૉટ તૈયાર છે અને સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ઓરિજિનલ ફિલ્મને આવતા વર્ષે ૨૦ વર્ષ થતાં અમે ત્યારે જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. આ ફિલ્મને ઓરિજિનલ ફિલ્મ સાથે કનેક્ટ તો કરવામાં આવશે, પરંતુ એ આજના સમયને સુસંગત હશે. અક્ષયકુમાર, અજય દેવગન અને ઐશ્વર્યાનાં પાત્ર પહેલી ફિલ્મમાં મૃત્યુ પામે છે એટલે એ લોકો સેકન્ડ પાર્ટમાં જોવા નહીં મળે. જોકે અમિતાભ બચ્ચન સાથે સ્ક્રિપ્ટ પૂરી થયા બાદ વાત કરવામાં આવશે. આ ફિલ્મ પણ રાજકુમાર સંતોષી જ ડિરેક્ટ કરશે.’


