Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિક સાથે ‘વૉર 2’માં દેખાશે આલિયા?

હૃતિક સાથે ‘વૉર 2’માં દેખાશે આલિયા?

09 April, 2023 03:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલિયા ભટ્ટ હૃતિક રોશન સાથે ‘વૉર 2’માં જોવા મળે એવી શક્યતા છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટ હૃતિક રોશન સાથે ‘વૉર 2’માં જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર પણ જોવા મળશે. આલિયા અને જુનિયર એનટીઆરે ‘RRR’માં સાથે કામ કર્યું હતું. યશરાજ ફિલ્મ્સે આ ફિલ્મમાં લીડ રોલ માટે આલિયાને અપ્રોચ કરી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ શરવરી વાઘનો પણ આ ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. યશરાજ ફિલ્મ્સ આ ફિલ્મને ભવ્ય બનાવવા માગે છે. ફિલ્મમાં આલિયા પણ ઍક્શન કરતી જોવા મળે એવી શક્યતા છે. ‘વૉર 2’ને આયાન મુખરજી ડિરેક્ટ કરવાનો છે. તેણે ‘બ્રહ્માસ્ત્ર’ ડિરેક્ટ કરી હતી. એમાં આલિયાની સાથે રણબીર કપૂર પણ જોવા મળ્યો હતો. આયાન અને આલિયાના રિલેશન પણ ફ્રેન્ડ્લી છે. એથી તેઓ એકબીજા સાથે કામ કરવા માટે પણ કમ્ફર્ટેબલ છે. હવે આયાનની ‘બ્રહ્માસ્ત્ર 2’માં કદાચ હૃતિક રોશન જોવા મળે એવી પણ ચર્ચા ચાલી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2023 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK