‘આલ્ફા’ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પહેલી ફીમેલ-સેન્ટ્રિક ફિલ્મ બનવાની છે
આલિયા ભટ્ટની ફાઇલ તસવીર
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ ‘આલ્ફા’ને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. ‘આલ્ફા’ યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની પહેલી ફીમેલ-સેન્ટ્રિક ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં આલિયા અને શર્વરી પહેલી વાર સ્ક્રીન-સ્પેસ શૅર કરતી જોવા મળશે. હવે ‘આલ્ફા’માં આલિયાનું પાત્ર કેવું હશે એનો ખુલાસો થઈ ગયો છે.
રિપોર્ટ પ્રમાણે ‘આલ્ફા’માં આલિયા એક એવી ખૂંખાર કિલરનો રોલ ભજવશે જેને બાળપણથી જ ‘કિલિંગ ટ્રેનિંગ’ આપવામાં આવી છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મમાં બે મહિલા એજન્ટ્સ પોતાના દુશ્મન સામે લડતી જોવા મળશે અને એમાં આલિયાનો રોલ ખૂબ જ ડાર્ક અને રૉ છે તેમ જ એ ‘ગ્રે’ અને ‘ઍન્ટી-હીરો’ પ્રકારનો હશે.
ADVERTISEMENT
ફૂલોં સા ચેહરા તેરા, કલિયોં સી મુસ્કાન હૈ

માધુરી દીક્ષિતે સોશ્યલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં માધુરીએ એક આધુનિક કૉન્ટેમ્પરરી ફ્લોરલ કો-ઑર્ડ સેટ પહેર્યો છે. આ આઉટફિટમાં સુંદર ગુલાબી, જાંબલી અને લીલા રંગનાં ફૂલોની એમ્બ્રૉઇડરીવાળું ટ્રાન્સપરન્ટ વાઇટ ઑર્ગેન્ઝા શર્ટ સામેલ છે. શર્ટની સાથે તેણે વાઇબ્રન્ટ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેપ્ડ સ્કર્ટ અને કમર પર મૅચિંગ બ્રૉડ બેલ્ટ સ્ટાઇલ કર્યો છે. આ આખો લુક માધુરીની ગ્રેસફુલ અને એલિગન્ટ સ્ટાઇલને વધુ સુંદર રીતે હાઇલાઇટ કરે છે.
