Alia Bhatt deletes Raha’s all Photo: રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ૨૦૨૩ માં, કપૂર પરિવારના ક્રિસમસ બ્રંચ દરમિયાન, તેમની દીકરી રાહાનો ચહેરો જાહેર કર્યો હતો. જોકે ચાહકોએ આલિયાની આ વાતને સોશિયલ મીડિયા ઝડપથી નોંધી હતી.
રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથે તેમની દીકરી રાહા (તસવીર: સોશિયલ મીડિયા)
કી હાઇલાઇટ્સ
- આલિયા ભટ્ટે હવે તેની દીકરી રાહાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવાનો નિર્ણય લીધો
- ભૂતકાળમાં રાહાના જીવનની ઝલક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી આ અભિનેત્રીએ
- ચાહકોએ આલિયાની આ વાતને સોશિયલ મીડિયા ઝડપથી નોંધી
બૉલિવૂડના ઘણા સેલેબ્સ પાપારાઝીને તેમના બાળકોની તસવીરો ન પાડવા અનેક વખત કહેતા જોવા મળ્યા છે. આ સાથે સેલેબ્સ તેમના બાળકોની તસવીરો સોશિયલ પર પણ પોસ્ટ કરતાં નથી. જોકે હાલમાં અભિનેત્રી આલિયા ભટ્ટે (Alia Bhatt deletes Raha’s all Photo) પણ તેની દીકરી રાહા કપૂરનો ચહેરો દેખાતી દરેક તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે. આલિયાએ લીધેલા આ નિર્ણયે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આલિયા ભટ્ટે હવે તેની દીકરી રાહાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવાનો નિર્ણય લીધો છે. ભૂતકાળમાં રાહાના જીવનની ઝલક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરનારી આ અભિનેત્રીએ હવે તેની દીકરીના બધા ફોટોગ્રાફ્સ ડિલીટ કરી દીધા છે, જોકે જેમાં રાહાનો ચહેરો છુપાયેલો હોય તે ડિલીટ નથી કરી. રણબીર કપૂર (Alia Bhatt deletes Raha’s all Photo) અને આલિયા ભટ્ટે ૨૦૨૩ માં, કપૂર પરિવારના ક્રિસમસ બ્રંચ દરમિયાન, તેમની દીકરી રાહાનો ચહેરો જાહેર કર્યો હતો. જોકે ચાહકોએ આલિયાની આ વાતને સોશિયલ મીડિયા ઝડપથી નોંધી હતી, જેના કારણે દંપતીએ તેમના બાળકને જાહેર નજરથી બચાવવાના નિર્ણય અંગે ચર્ચા શરૂ થઈ.
ADVERTISEMENT
View this post on Instagram
જોકે આલિયા કે તેના પતિ રણબીર કપૂરે આ નિર્ણય બાબતે કોઈ બાબત જાહેર કરી નથી, જોકે તેમના ચાહકોમાં આ અંગે જોરદાર ચર્ચા શરૂ થઈ છે. કોઈપણ સત્તાવાર ઘોષણા વિના લોકો આલિયાના આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે. ઘણા લોકો આલિયા ભટ્ટ સાથે સહમત હોય તેવું લાગે છે કે બાળકોની ગોપનીયતા બીજા બધા કરતા વધુ સુરક્ષિત હોવી જોઈએ.
સોશિયલ મીડિયા પર યુઝર્સની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાકને લાગ્યું કે તે એક સ્માર્ટ આઈડિયા હતો, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે તેણે તેના બાળકની સલામતી માટે જે જરૂરી હોય તે કરવું જોઈએ. એક યુઝરે લખ્યું, “જો તેઓ બાળકોને સામાન્ય જીવન આપવા માગતા હોય તો તે સંપૂર્ણપણે સેલિબ્રિટીના હાથમાં છે. અમને કરણ જોહરના બાળકો વિશે સાંભળવા મળતું નથી અને હું ખરેખર તેના માટે તેની પ્રશંસા કરું છું. તે ક્યારેય તેનો વિષય બિલકુલ લાવતો નથી. તેવી જ રીતે, રાની અને આદિની દીકરી ક્યારેય ધ્યાન ખેંચતી નથી કારણ કે તેઓ ઇચ્છતી નથી.”
રેડિટ યુઝરના વિચાર મુજબ, સૈફ અલી ખાનની આસપાસ સુરક્ષા વધ્યા પછી આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પરથી તેની પુત્રી દીકરીના ફોટા કાઢી નાખવા માટે કહેવામાં આવ્યું હશે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી, "સાચું કહું તો, એક સારો નિર્ણય. મને આશા છે કે ફોટોગ્રાફર્સ આ વાત સમજે, તેને હંમેશા પરેશાન કરવાનું બંધ કરે, અને બાળકોની ગોપનીયતા અને માતાપિતાના નિર્ણયનો આદર કરે."


