ધર્મેન્દ્રએ કૅપ્શનમાં આલિયા માટે લખ્યું છે, ‘એક શાનદાર કલાકાર, પ્રેમાળ વહુ અને ખૂબસૂરત દીકરી. RK (રણબીર કપૂર) માટે હંમેશાં દુઆઓ.’
ધર્મેન્દ્ર અને આલિયા ભટ્ટ
ધર્મેન્દ્ર સોશ્યલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તેઓ પોતાના પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવનની અપડેટ્સ શૅર કરે છે. હાલમાં તેમણે આલિયા ભટ્ટ સાથેની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તેમણે આલિયા ભટ્ટની ખૂબ પ્રશંસા કરીને તેને દમદાર ઍક્ટ્રેસ ગણાવી છે. ધર્મેન્દ્ર અને આલિયા ભટ્ટ ફિલ્મ ‘રૉકી અને રાની કી પ્રેમ કહાની’માં સાથે કામ કરી ચૂક્યાં છે. ધર્મેન્દ્રએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આલિયા ભટ્ટની તસવીર પોસ્ટ કરી છે જેમાં આલિયા ગુલાબી કલરની સાડીમાં દેખાઈ રહી છે. ધર્મેન્દ્રએ કૅપ્શનમાં આલિયા માટે લખ્યું છે, ‘એક શાનદાર કલાકાર, પ્રેમાળ વહુ અને ખૂબસૂરત દીકરી. RK (રણબીર કપૂર) માટે હંમેશાં દુઆઓ.’


