Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહની ધુરંધરમાં અક્ષય ખન્નાની એન્ટ્રી?

રણવીર સિંહની ધુરંધરમાં અક્ષય ખન્નાની એન્ટ્રી?

09 July, 2024 09:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં રણવીરની સાથે સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ પણ કામ કરી રહ્યા છે

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના


રણવીર સિંહની ‘ધુરંધર’માં હવે અક્ષય ખન્નાની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં રણવીરની સાથે સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ પણ કામ કરી રહ્યા છે. આદિત્ય ધર દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી એક મિશનની છે જેમાં રણવીર એક ઇન્ટેલિજન્સ ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છે. મોટા ભાગનું શૂટિંગ વિદેશમાં કરવામાં આવશે અને હાલમાં એ માટે પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ગયું છે. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બાદ આદિત્ય ધર ‘ધુરંધર’ને ડિરેક્ટ કરી રહ્યો છે. જોકે તેની પ્રોડ્યુસર તરીકેની ‘આર્ટિકલ 370’ને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની પત્ની યામી ગૌતમ લીડ રોલમાં હતી. આ ફિલ્મને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હોવાથી ‘ધુરંધર’ પર હવે સૌની નજર છે.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK