અક્ષય અને વામિકા ગબ્બીએ ટ્વિનિંગ કરીને ભૂત બંગલાના પ્રમોશનની કરી દીધી શરૂઆત
ભૂત બંગલાના પ્રમોશન માટે તૈયાર અક્ષય અને વામિકા ગબ્બી
અક્ષય કુમાર અને વામિકા ગબ્બી ‘ભૂત બંગલા’ નામની હૉરર-કૉમેડી ફિલ્મમાં પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ ૧૦ એપ્રિલે રિલીઝ થવાની છે અને હાલમાં એના પ્રમોશનની શરૂઆત કરી દેવામાં આવી છે. ‘ભૂત બંગલા’ના પ્રમોશનની શરૂઆત નાશિકથી કરવામાં આવી છે અને આ ઇવેન્ટમાં અક્ષય કુમાર અને વામિકા ગબ્બીએ સફેદ શર્ટ સાથે બ્લુ ડેનિમનું મૅચિંગ આઉટફિટ પહેર્યું હતું. આ ફિલ્મ પ્રિયદર્શન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને અક્ષય-પ્રિયદર્શન ૧૪ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે.
