Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફોર નેશન કપ કબડ્ડી ચૅમ્પિયનશિપની પહેલી સીઝનમાં નેપાલને પછાડી ભારત બન્યું વિજેતા

ફોર નેશન કપ કબડ્ડી ચૅમ્પિયનશિપની પહેલી સીઝનમાં નેપાલને પછાડી ભારત બન્યું વિજેતા

Published : 24 November, 2026 02:29 PM | Modified : 24 November, 2026 02:37 PM | IST | Kathmandu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અન્ડર-20 લેવલની આ મેન્સ ટુર્નામેન્ટ ૨૧થી ૨૩ નવેમ્બર વચ્ચે નેપાલના કાઠમાંડુમાં યોજાઈ હતી. નેપાલ, થાઇલૅન્ડ અને બંગલાદેશ જેવી ટીમો સામે અજેય રહીને ભારતીય ટીમ પૉઇન્ટ-ટેબલમાં નંબર વન રહી હતી.

કબડ્ડીમાં ભારત વિજેતા

કબડ્ડીમાં ભારત વિજેતા


ફોર નેશન કપ કબડ્ડી ચૅમ્પિયનશિપની પહેલી જ સીઝનમાં ભારતીય ટીમ વિજેતા બની છે. અન્ડર-20 લેવલની આ મેન્સ ટુર્નામેન્ટ ૨૧થી ૨૩ નવેમ્બર વચ્ચે નેપાલના કાઠમાંડુમાં યોજાઈ હતી. નેપાલ, થાઇલૅન્ડ અને બંગલાદેશ જેવી ટીમો સામે અજેય રહીને ભારતીય ટીમ પૉઇન્ટ-ટેબલમાં નંબર વન રહી હતી. ગઈ કાલે ફાઇનલ મૅચમાં ભારતીય ટીમે નેપાલ સામે ૫૭–૪૫થી જીત નોંધાવી હતી.

ચીનમાં રોનાલ્ડોના સૌથી મોટા સ્ટૅચ્યુ સાથે CR7 મ્યુઝિયમ લૉન્ચ થયું




પોર્ટુગલના ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું CR7 મ્યુઝિયમ ચીનના શાંઘાઈમાં લૉન્ચ થયું છે. આ મ્યુઝિયમમાં રોનાલ્ડો સાથે જોડાયેલી ૫૦ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. મ્યુઝિયમની ખાસિયત એ છે કે મ્યુઝિયમની બહાર રોનાલ્ડોનું સાત મીટરનું સ્ટૅચ્યુ છે. આ રોનાલ્ડોનું વિશ્વનું સૌથી લાંબુ ફુલ-બૉડી સ્ટૅચ્યુ છે. રોનાલ્ડોની જર્સી નંબર પણ ૭ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 02:37 PM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK