અક્ષયકુમાર બૉલીવુડનો એવો ઍક્ટર છે જેણે પોતાની કરીઅરમાં એકથી એક ચડિયાતાં પાત્રો ભજવ્યાં છે. અક્ષય મોટા ભાગે કૉમેડી રોલમાં લોકપ્રિય થયો છે, પણ તેણે પોતાની આગામી ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’માં એક નવા લુકની ચૅલેન્જ લીધી છે.
અક્ષયકુમારની ‘કેસરી ચૅપ્ટર 2’માં નવું લુક
અક્ષયકુમાર બૉલીવુડનો એવો ઍક્ટર છે જેણે પોતાની કરીઅરમાં એકથી એક ચડિયાતાં પાત્રો ભજવ્યાં છે. અક્ષય મોટા ભાગે કૉમેડી રોલમાં લોકપ્રિય થયો છે, પણ તેણે પોતાની આગામી ફિલ્મ ‘કેસરી ચૅપ્ટર 2’માં એક નવા લુકની ચૅલેન્જ લીધી છે. અક્ષયની આ ફિલ્મ ૧૮ એપ્રિલે રિલીઝ થવાની છે અને આ પહેલાં તેણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર કથકલી આઉટફિટ અને મેકઅપમાં પોતાની તસવીર પોસ્ટ કરીને ફૅન્સને સરપ્રાઇઝ કરી દીધા છે. આ તસવીર સાથે અક્ષયે કૅપ્શન લખી છે, ‘આ એક પોશાક નથી પણ પ્રતીક છે... પરંપરાનું, પ્રતિરોધનું, સચ્ચાઈનું અને મારા દેશનું.’ અક્ષય આ ફિલ્મમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સામ્રાજ્ય સામે કાનૂની જંગ લડનારા સી. શંકરન નાયકનો રોલ ભજવી રહ્યો છે.

