મુદગર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘મારા પિતા આની સાથે પ્રૅક્ટિસ કરતા હતા અને તેમને જોઈને મને પણ મુદગર સાથે પ્રેમ થઈ ગયો.
અક્ષય કુમાર
અક્ષયકુમારે એક લાકડાનું સાધન જેને મુદગર કહેવાય છે એની સાથે કસરત કરતો હોવાનું જણાવ્યું છે. એનો ફોટો તેણે શૅર કર્યો હતો. અક્ષયકુમાર ફિટેનેસને લઈને કોઈ બાંધછોડ નથી કરવા માગતો. સવારે વહેલા જાગવું અને રાતે સમયસર સૂઈ જવું એ તેનો દરરોજનો ક્રમ છે. મુદગર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘મારા પિતા આની સાથે પ્રૅક્ટિસ કરતા હતા અને તેમને જોઈને મને પણ મુદગર સાથે પ્રેમ થઈ ગયો. અનેક વર્ષોથી હું આ સાડાછ કિલોના પારંપરિક ભારતીય લાકડાના ક્લબ સાથે એક્સરસાઇઝ કરું છું. બધાને મારે છે (દરેકને નહીં). ટ્રાય કરી જુઓ.’