Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય કુમારે તૈમૂર વિશે કરી આ વાત, તાપસી અને વિદ્યાએ પણ આપ્યો સાથ

અક્ષય કુમારે તૈમૂર વિશે કરી આ વાત, તાપસી અને વિદ્યાએ પણ આપ્યો સાથ

08 August, 2019 04:45 PM IST | મુંબઈ ડેસ્ક

અક્ષય કુમારે તૈમૂર વિશે કરી આ વાત, તાપસી અને વિદ્યાએ પણ આપ્યો સાથ

અક્ષય કુમારે તૈમૂર વિશે આપ્યું નિવેદન

અક્ષય કુમારે તૈમૂર વિશે આપ્યું નિવેદન


બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની ફિલ્મો માટે ખૂબ જ ચર્ચામાં છે તેની ફિલ્મ 'મિશન મંગલ' 15 ઑગસ્ટના રિલીઝ થવાની છે. મહત્વની વાત એ છે કે બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે અત્યારથી જ બોલીવુડનું ભવિષ્ય નક્કી કરી દીધું છે. હકીકતે, ફિલ્મ 'મિશન મંગલ'ના પ્રમોશન દરમિયાન તેણે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેને બોલીવુડના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું. જો કે આ સવાલ પછી અક્ષય કુમાર થોડીવાર શાંત રહ્યો. પણ પછી તેણે સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમૂર અલી ખાનને બોલીવુડનું ફ્યુચર જણાવ્યું.




મીડિયામાં આવેલ રિપોર્ટ્સ પ્રમાણે ઇન્ટરવ્યૂમાં જ્યારે બોલીવુડના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તો તે આ બાબતે શાંત રહ્યો. ત્યાર પછી બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નૂએ તેને સૈફ અને કરીનાના પુત્ર તૈમૂરનું નામ લેવાનું કહ્યું. ત્યાર પછી અક્ષય કુમારે મજાકમાં તૈમૂર અલી ખાનનું જ નામ લઈ લીધું. અક્ષય કુમારના આ જવાબ પર અભિનેત્રી વિદ્યા બાલન પણ હસી પડી અને તેણે કહ્યું, "આ ખૂબ જ સારો જવાબ હતો, મને ખૂબ જ ગમ્યો."


આ પણ વાંચો : Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

મહત્વની વાત એ છે કે તાજેતરમાં જ કરીના કપૂરે 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ 7'ના સ્ટેજ પર તૈમૂર અલી ખાનના કરિઅર વિશે વાત કરતાં કહ્યું કે તે તૈમૂરને તેના દાદા મંસૂર અલી ખાન પટૌડીની જેમ ક્રિકેટર બનાવવા માગે છે. જણાવીએ કે અક્ષય કુમાર, વિદ્યા બાલન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ 'મિશન મંગલ' 15 ઑગસ્ટે રિલીઝ થાય છે આ ફિલ્મ મંગળ ગ્રહ પર ભારતના મિશનની અવિશ્વસનીય સત્ય ઘટના પર આધારિત છે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2019 04:45 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK