ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મમાં અક્ષય સાથે વાણી કપૂર અને તાપસી પન્નુ પણ છે
અક્ષયકુમાર
અક્ષયકુમારે તેની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’નું શૂટિંગ પૂરું કર્યું છે. ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ફિલ્મમાં અક્ષય સાથે વાણી કપૂર અને તાપસી પન્નુ પણ છે. ઘણા લાંબા સમયથી બૉલીવુડથી દૂર રહેલો ફરદીન ખાન પણ આ ફિલ્મથી કમબૅક કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે ઑક્ટોબરમાં શરૂ થયું હતું જે હવે પૂરું થયું છે. ટી-સિરીઝ દ્વારા તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે. અક્ષયકુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ હજી તો ઈદમાં રિલીઝ થવાની છે ત્યારે તેણે વધુ એક ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે.