અક્ષયકુમારે હાલમાં તેના એક ફૅનને ફની જવાબ આપ્યો હતો. અક્ષય તેની આગામી ફિલ્મ ‘મિશન રાનીગંજ’માં એન્જિનિયરનું પાત્ર ભજવી રહ્યો છે

ફાઇલ તસવીર
અક્ષયકુમારે હાલમાં તેના એક ફૅનને ફની જવાબ આપ્યો હતો. અક્ષય તેની આગામી ફિલ્મ ‘મિશન રાનીગંજ’માં એન્જિનિયરનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ ૧૯૮૯માં વેસ્ટ બંગાળમાં થયેલી કોલ માઇનની ઘટના પર આધારિત છે. અક્ષયકુમારે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું નવું ગીત ‘જલસા 2.0’ની જાહેરાત કરી છે. આ ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને લઈને તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ખૂબ કમેન્ટ આવી રહી છે. આમાંની એક કમેન્ટમાં એક ફૅને લખ્યું હતું, ‘સર, આપ અભી તક જાગ રહે હો...’ એના ગવાબમાં અક્ષયકુમારે કહ્યું, ‘ભાઈ, હું લંડનમાં છું. સાંજે ૬ વાગ્યા છે. તું કહે તો હમણાં સૂઈ જાઉં.’