સફળતા મેળવનાર સાયન્સ, આર્મ્ડ ફોર્સ, સ્પોર્ટ્સ, ઇન્ડસ્ટ્રી, આર્ટ અને સાથે જ મારા ડિરેક્ટર ફ્રેન્ડ ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીને અભિનંદન. ખૂબ ગર્વ થાય છે.’
અક્ષય કુમાર
‘પૃથ્વીરાજ’ના ડિરેક્ટર ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીને પદ્મશ્રી મળતાં અક્ષયકુમારે તેમને અભિનંદન આપ્યાં છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે માનુષી છિલ્લર પણ લીડ રોલમાં જોવા મળશે. ચન્દ્રપ્રકાશે ૯૦ના દાયકામાં આવેલી સિરિયલ ‘ચાણક્ય’ બનાવી હતી અને ચાણક્યનો રોલ પણ તેમણે જ ભજવ્યો હતો. તેમને શુભેચ્છા આપતાં ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું, ‘પદ્મ અવૉર્ડ્સ માટે જે નામો સામેલ છે એ જોઈને અપાર આનંદ થયો છે. સફળતા મેળવનાર સાયન્સ, આર્મ્ડ ફોર્સ, સ્પોર્ટ્સ, ઇન્ડસ્ટ્રી, આર્ટ અને સાથે જ મારા ડિરેક્ટર ફ્રેન્ડ ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદીને અભિનંદન. ખૂબ ગર્વ થાય છે.’