શૂટિંગ આગામી વર્ષે એટલે કે ફેબ્રુઆરી કે માર્ચ ૨૦૨૬માં શરૂ થઈ શકે છે
રોહિત શેટ્ટી અને અજય દેવગન
બૉલીવુડમાં રોહિત શેટ્ટી અને અજય દેવગનની જોડી સુપરહિટ ગણાય છે. આ બન્નેએ સાથે મળીને અત્યાર સુધીમાં લગભગ ૧૩ ફિલ્મ કરી લીધી છે અને ટૂંક સમયમાં અજય દેવગન અને રોહિત શેટ્ટી તેમની ૧૪મી ફિલ્મ પર કામ શરૂ કરવાના છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અજય દેવગન અને રોહિત શેટ્ટી ૨૦૨૬માં તેમની આગામી ફિલ્મ શરૂ કરશે. આ ફિલ્મ ‘ગોલમાલ’ ફ્રૅન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘ગોલમાલ 5’ હશે. આ ફિલ્મમાં જબરદસ્ત કૉમેડી હશે. રોહિત શેટ્ટી હાલમાં જૉન અેબ્રાહમ સાથે રાકેશ મારિયાની બાયોપિકના શૂટિંગમાં વ્યસ્ત છે. ૨૦૨૬ની શરૂઆતમાં જૉન અેબ્રાહમની ફિલ્મ રિલીઝ થવાની આશા છે. આ ફિલ્મ પછી ડિરેક્ટર રોહિત શેટ્ટી ‘ગોલમાલ 5’માં જોડાઈ જશે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે ‘ગોલમાલ 5’નું શૂટિંગ આગામી વર્ષે એટલે કે ફેબ્રુઆરી કે માર્ચ ૨૦૨૬માં શરૂ થઈ શકે છે. એવું કહેવાય છે કે વાર્તાનો પ્લૉટ મળી ગયો છે અને સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પૂરી થઈ જશે અને પછી પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થશે.

