૯ જાન્યુઆરીએ મોકલેલી નોટિસ મુજબ ઐશ્વર્યાએ ટૅક્સ પેટે એક વર્ષના ૨૧,૯૬૦ રૂપિયા દસ દિવસની અંદર ભરવાના છે
ઐશ્વર્યા રાય બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચને નાશિકમાં ખરીદેલી જમીન માટે ટૅક્સ ન ભરતાં મહારાષ્ટ્ર સરકારે તેને નોટિસ મોકલી છે. નાશિકના સિન્નર જિલ્લામાં તેણે જમીન ખરીદી છે. ૯ જાન્યુઆરીએ મોકલેલી નોટિસ મુજબ ઐશ્વર્યાએ ટૅક્સ પેટે એક વર્ષના ૨૧,૯૬૦ રૂપિયા દસ દિવસની અંદર ભરવાના છે. ઐશ્વર્યાએ બે દિવસની અંદર આ રકમ જમા કરાવવાની બાંયધરી આપી છે. ઐશ્વર્યાની સાથે અન્ય ૧૨૦૦ લોકોને પણ બાકી રહેલા ટૅક્સની રકમ ભરવા માટે નોટિસ મોકલવામાં આવી છે.