Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોમૅન્ટિક હીરો અહાન પાંડે આગામી ફિલ્મમાં બનશે ગૅન્ગસ્ટર

રોમૅન્ટિક હીરો અહાન પાંડે આગામી ફિલ્મમાં બનશે ગૅન્ગસ્ટર

Published : 14 April, 2026 11:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પડકારજનક પાત્ર માટે અહાને આકરી તાલીમ લીધી છે જેમાં હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બેટ અને હથિયારો હૅન્ડલ કરવાની ટ્રેઇનિંગનો સમાવેશ થાય છે

અહાન પાંડે

અહાન પાંડે


‘સૈયારા’થી બૉલીવુડમાં રોમૅન્ટિક હીરો તરીકે મજબૂત ડેબ્યુ કર્યા બાદ અહાન પાંડે હવે પોતાની બીજી ફિલ્મમાં ગૅન્ગસ્ટરના સંપૂર્ણ રીતે અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન અલી અબ્બાસ ઝફર કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એ હાઈ-એનર્જી ઍક્શન એન્ટરટેઇનર તરીકે રજૂ થશે.

આ પડકારજનક પાત્ર માટે અહાને આકરી તાલીમ લીધી છે જેમાં હૅન્ડ-ટુ-હૅન્ડ કૉમ્બેટ અને હથિયારો હૅન્ડલ કરવાની ટ્રેઇનિંગનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં જિમી શેરગિલ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં અહાન સાથે શર્વરી વાઘ, ઐશ્વર્ય ઠાકરે અને બૉબી દેઓલ પણ જોવા મળશે.



આ ફિલ્મનું શૂટિંગ ત્રીજી એપ્રિલથી મુંબઈમાં શરૂ થયું છે અને આખો મહિનો અહીં ચાલુ રહેશે. આ પછી ટીમ મે મહિનામાં લંડન જશે અને ત્યાં ફિલ્મના બીજા તબક્કાનું શૂટિંગ કરવામાં આવશે. જો બધું આયોજન મુજબ ચાલશે તો ફિલ્મનું શૂટિંગ જુલાઈ સુધી પૂર્ણ થશે અને ૨૦૨૭ની શરૂઆતમાં એને થિયેટરમાં રિલીઝ કરવાની યોજના છે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK