પ્રિયંકા ચોપડા બાદ તાપસી પન્નુએ પણ સ્વીકાર કર્યો છે કે બૉલીવુડમાં કૅમ્પ છે.
તાપસી પન્નુ
પ્રિયંકા ચોપડા બાદ તાપસી પન્નુએ પણ સ્વીકાર કર્યો છે કે બૉલીવુડમાં કૅમ્પ છે. શાહરુખ ખાનની ‘ડંકી’માં તાપસી દેખાવાની છે. ૨૦૧૩માં આવેલી ‘ચશ્મે બદ્દૂર’થી તેણે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે દસ વર્ષ પૂરાં કર્યાં છે. અગાઉ તેણે ‘પિન્ક’, ‘થપ્પડ’, ‘મુલ્ક’ અને ‘શાબાશ મિથુ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બૉલીવુડમાં ચાલતા કૅમ્પ્સ વિશે તાપસીએ કહ્યું કે ‘બૉલીવુડમાં કૅમ્પ્સ એક એવી વસ્તુ છે જેનાથી લોકો અવગત છે. આ પહેલેથી જ ચાલ્યું આવે છે. એ ઍક્ટર્સનાં ફ્રેન્ડ સર્કલ, ચોક્કસ એજન્સી અથવા કોઈ ગ્રુપમાં સામેલ હો એના પર આધારિત છે. લોકોની લોયલ્ટી પણ એના આધારે અલગ-અલગ હોય છે.’


