Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૅચ-અપ થયું આદિત્ય અને શ્રદ્ધાનું?

પૅચ-અપ થયું આદિત્ય અને શ્રદ્ધાનું?

05 May, 2024 07:58 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે શ્રદ્ધાના પેરન્ટ્સે આદિત્યને અપ્રૂવ ન કરતાં તેમનું બ્રેકઅપ થયું હતું

આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર

આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર


આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂરના રિલેશનની ખૂબ ચર્ચા થઈ હતી. બન્ને ‘આશિકી 2’માં સાથે જોવા મળ્યાં હતાં. એ ફિલ્મ દરમ્યાન જ બન્ને એકમેકની નજીક આવ્યાં હતાં. બન્ને રિલેશનને લઈને સિરિયસ પણ હતાં. જોકે શ્રદ્ધાના પેરન્ટ્સે આદિત્યને અપ્રૂવ ન કરતાં તેમનું બ્રેકઅપ થયું હતું. ત્યાર બાદ બન્ને પોતાની લાઇફમાં આગળ વધી ગયાં હતાં. હાલમાં શ્રદ્ધા ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’ના રાઇટર રાહુલ મોદી સાથે રિલેશનમાં છે. આ બન્ને સાથે મળીને એક ફિલ્મ પણ પ્રોડ્યુસ કરવાનાં છે એવી ચર્ચા છે. બીજી તરફ આદિત્ય અને અનન્યા પાન્ડેનું રિલેશન પણ ટૉક-ઑફ ધ-ટાઉન છે. તેઓ છાશવારે સાથે જોવા મળે છે. એવામાં આદિત્ય રૉય કપૂર શુક્રવારે મોડી રાતે શ્રદ્ધાના ઘરેથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. એ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એને જોઈને લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા યુઝરે કમેન્ટ કરી કે જો આ બન્ને લગ્ન કરી લે તો ઇન્ટરનેટ પર લોકો ક્રેઝી બની જશે.તો અન્યએ કમેન્ટ કરી કે ‘રાહુલ મોદી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે. એથી એમાં શ્રદ્ધા અને આદિત્ય રૉય કપૂર જોવા મળે એવી શક્યતા છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK