આ ફિલ્મમાં આદિત્ય પહેલી વખત ડબલ રોલમાં દેખાશે, તો મૃણાલ પોલીસના રોલમાં જોવા મળશે

આદિત્ય રૉય કપૂર અને મૃણાલ ઠાકુર
આદિત્ય રૉય કપૂર અને મૃણાલ ઠાકુરની ક્રાઇમ-થ્રિલર ‘ગુમરાહ’ ૭ એપ્રિલે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં આદિત્ય પહેલી વખત ડબલ રોલમાં દેખાશે, તો મૃણાલ પોલીસના રોલમાં જોવા મળશે. નવોદિત ડિરેક્ટર વર્ધન કેતકરે એને ડિરેક્ટ કરી છે, તો બીજી તરફ ભૂષણકુમારના ટી-સિરીઝ અને મુરાદ ખેતાનીએ સાથે મળીને એને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષે પૂરું થયું હતું.