Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણે MAMIના ચૅરપર્સન પદ પરથી કેમ આપ્યું રાજીનામું, જાણો કારણ

દીપિકા પાદુકોણે MAMIના ચૅરપર્સન પદ પરથી કેમ આપ્યું રાજીનામું, જાણો કારણ

12 April, 2021 06:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દીપિકાએ જણાવ્યું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે કારણકે તે ટ્રસ્ટને સંપૂર્ણ રીતે અટેન્શન આપી શકતી નહોતી.

દીપિકા પાદુકોણ (તસવીર સૌજન્ય મિડ-ડે)

દીપિકા પાદુકોણ (તસવીર સૌજન્ય મિડ-ડે)


અભિનેત્રી દીપિકા પાદુકોણે MAMI(મુંબઇ એકેડમી ઑફ મૂવિંગ ઇમેજ)ના ચૅરપર્સન પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેણે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી છે. દીપિકાએ જણાવ્યું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે કારણકે તે ટ્રસ્ટને સંપૂર્ણ રીતે અટેન્શન આપી શકતી નહોતી.

દીપિકાએ પોસ્ટ કરીને શું લખ્યું?
દીપિકાએ ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ કરીને લખ્યું MAMIના બૉર્ડમાં હોવાને નાતે અને ચૅરપર્સન તરીકે સેવા આપવી એક શાનદાર અનુભવ રહ્યો. મુંબઇમાં વિશ્વભરમાંથી સિનેમા અને પ્રતિભાને એક સાથે લાવવું, એક કલાકાર તરીકે આ મજબૂતી આપનારું હતું, મારું બીજું ઘર હતું. જો કે, મને અહેસાસ થયો કે મારા કામની લેટેસ્ટ રૂટીન સાથે, હું MAMIને એટલું અટેન્શન અને ફોકસ આપી શકતી નહોતી જેટલી જરૂર છે. હું આ જાણીને વિદાય લઈ રહી છું કે MAMI સૌથી સારા હાથોમાં છે અને એકેડમી સાથે મારું કનેક્શન અને રિલેશન આજીવન રહેશે.



2019માં બની હતી MAMIની ચૅરપર્સન
જણાવવાનું કે દીપિકા જુલાઈ 2019માં MAMIની ચૅરપર્સન બની હતી. તેણે કિરણ રાવને રિપ્લેસ કર્યું હતું. કિરણે 4 વર્ષ સુધી આ ટ્રસ્ટને સેવા આપી હતી.


શું છે MAMI
MAMI એક સાર્વજનિક ટ્રસ્ટ છે જે મુંબઇમાં એન્યુઅલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરે છે જેને મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલના નામે ઓળખવામાં આવે છે.

કયા કયા છે દીપિકા પાદુકોણના અપકમિંગ પ્રૉજેક્ટ્સ?
દીપિકા પાદુકોણ ફિલ્મ 83માં જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે અને દીપિકા પાદુકોણ નાનકડા રોલમાં છે. આ સિવાય તે ફિલ્મ ધ ઇંટર્નમાં પણ દેખાશે. આમાં અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં છે. તે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે સાથે ફિલ્મમાં પણ દેખાશે. આ ફિલ્મના ટાઇટલની હજી જાહેરાત કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2021 06:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK