° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


એક્ટર TNRનું કોરોનાને કારણે થયું નિધન, સાઉથ ઇન્ડસ્ટ્રી શોકમગ્ન

10 May, 2021 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક્ટર ટીએનઆરનું કોરોના સંક્રમિત થવાને કારણે નિધન થઈ ગયું છે. તેમના નિધન પર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

એન્કર ટી નરસિમ્હા રાવ

એન્કર ટી નરસિમ્હા રાવ

શૉર્ટ ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવનાર એક્ટર રાહુલ વોહરાના નિધનનું દુઃખ હજી ઓછું નથી થયું ત્યાં સાઉથના વધુ એક એક્ટર હોસ્ટના નિધનના સમાચાર આવ્યા છે. એક્ટર ટીએનઆરનું કોરોના સંક્રમિત થવાને કારણે નિધન થઈ ગયું છે. તેમના નિધન પર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

રિપૉર્ટ્સ પ્રમાણે એક્ટર એન્કર ટી નરસિમ્હા રાવ (TNR) હૈદરાબાદ સ્થિત મલકાજગિરીની એક હૉસ્પિટલમાં એડમિટ હતા. શ્વાસ લેવામાં મુશ્કેલી થવાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, એક્ટરના નિધન બાદ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં શૉક છવાયેલો છે. લોકોને હજીપણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે એક્ટરનું નિધન થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર સાઉથ સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

એક્ટર નાનીએ દુઃખ વ્યક્ત કરતા લખ્યું, -TNRના નિધનના સમાચારથી હું ડઘાઇ ગયો. મેં તેમના કેટલાક ઇન્ટરવ્યૂ જોયા હતા. ટૉપિક પર રિસર્ચ અને સવાલ પૂછવાને મામલે તેમનો કોઇ તોડ નહોતો. એક્ટરને મારી શ્રદ્ધાંડલિ, ભગવાન તેમના પરિવારને આ દુઃખ ખમી શકવાની શક્તિ આપે.

ટીએનઆરના નિધનથી દુઃખી ઇન્ડસ્ટ્રી
આ સિવાય ડિરેક્ટર દેવ કટ્ટા સંદીપ કિશન અને અનિલ રવિપુણીએ એક્ટર-હોસ્ટનાનિધન પર શોક વ્યક્ત કર્યો. જણાવવાનું કે TNR એક નોટેડ હોસ્ટ અને જર્નાલિસ્ટ તો હતા જ. સાથે જ તે સાઉથની કેટલીક ફિલ્મોનો ભાગ પણ બન્યા હતા.

10 May, 2021 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોવિડમાંથી રિકવરી બાદ ધૈર્ય રાખી એક્સરસાઇઝ કરી રહી છે કૅટરિના

કોવિડ બાદ હું હવે મારી એનર્જી પાછી મેળવવા માટે ખૂબ ધીરજ ધરીને એક્સરસાઇઝ કરું છું. તમારે તમારી ગતિથી જવું પડશે અને તમારા શરીરને સંભાળવું પડશે. તમને સારા દિવસો મળશે.

13 June, 2021 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

આઇએએસના વિદ્યાર્થીઓને તૈયારીમાં મદદ કરશે સોનુ સૂદ

સંભવમ’ની જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે. સોનુ સૂદ ફાઉન્ડેશન અને દિયા ન્યુ દિલ્હીની આ પહેલ છે.’

13 June, 2021 01:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ક્યા ખૂબ લગતી હો

જાહ્‍નવીએ તેના ઘરના ગાર્ડનમાં વીક-એન્ડ ફોટો શૂટ કર્યું હતું. 

13 June, 2021 01:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK