અગાઉ આ ફિલ્મને હંસલ મહેતા ડિરેક્ટ કરવાના હતા.
અભિષેક કપૂર
કાર્તિક આર્યનની ‘કૅપ્ટન ઇન્ડિયા’ને હવે અભિષેક કપૂર ડિરેક્ટ કરશે એવી શક્યતા છે. અગાઉ આ ફિલ્મને હંસલ મહેતા ડિરેક્ટ કરવાના હતા. જોકે તેમની એક્ઝિટ થતાં આ ફિલ્મને અટકાવવામાં આવી છે. હંસલ મહેતાએ તેમના અન્ય પ્રોજેક્ટ્સને કારણે આ ફિલ્મ છોડી હોવાનું મનાય છે. તેમનાં અન્ય કમિટમેન્ટ્સને કારણે તેઓ આ ફિલ્મને પૂરતો સમય નહોતા આપી શકતા. એથી તેમણે ફિલ્મના પ્રોડ્યુસર્સ રૉની સ્ક્રૂવાલા અને હર્મન બાવેજા સાથે ચર્ચા કરીને આ ફિલ્મમાંથી હટવાનો પોતાનો નિર્ણય જણાવ્યો હતો. એથી હવે પ્રોડ્યુસર્સ અભિષેક કપૂરને આ ફિલ્મ ડિરેક્ટ કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. હાલમાં અભિષેક કપૂર અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથેની ફિલ્મ પર કામ કરી રહ્યો છે. અભિષેક કપૂર તેની ‘રૉક ઑન’, ‘કાયપો છે’ અને ‘કેદારનાથ’ જેવી ફિલ્મો માટે જાણીતો છે.
આ પણ વાંચો : હેરાફેરી 3’માં કાર્તિક છે, એમાં છુપાવવાની કાંઈ જરૂર નથી : પરેશ રાવલ
ADVERTISEMENT
શાહિદના અપાર્ટમેન્ટને લીઝ પર લીધું કાર્તિકે
શાહિદ કપૂરના જુહુ તારા રોડ પર આવેલા અપાર્ટમેન્ટને કાર્તિક આર્યને લીઝ પર લીધું હોવાનું જાણવા મળ્યું છે. એના માટે ૪૫ લાખ રૂપિયા સિક્યૉરિટી ડિપોઝિટ તરીકે લેવામાં આવ્યા છે. ૩ વર્ષ માટે લીઝ પર લેવાયેલી આ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન કાર્તિકની મમ્મી માલા અને શાહિદની વાઇફ મીરા રાજપૂતે કર્યું હતું. આ પ્રૉપર્ટી માટે કાર્તિક એક વર્ષ માટે દર મહિને સાડાસાત લાખ રૂપિયા ભાડું આપશે. એના બીજા વર્ષે ભાડું વધીને ૮.૨ લાખ થશે અને ત્રીજા વર્ષે આ ભાડું ૮.૫૮ લાખ રૂપિયા થશે. શાહિદનું આ અપાર્ટમેન્ટ ૩,૬૮૧ સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે. અગાઉ કાર્તિક વર્સોવામાં આવેલા અપાર્ટમેન્ટમાં રહેતો હતો. આ અપાર્ટમેન્ટ તેણે ૨૦૧૯માં ૧.૬૦ કરોડમાં ખરીદ્યું હતું. આ એ જ અપાર્ટમેન્ટ છે જેમાં તે પોતાના સ્ટ્રગલના દિવસોમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો અને બાદમાં એને ખરીદીને તેનો માલિક બની ગયો છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)