આ વખતે પ્રોજેક્ટ યશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બની શકે છે
‘આશિકી 2’ની હિટ જોડી આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર
‘સૈયારા’ની સફળતા બાદ મોહિત સૂરિ ફરી એક વાર મ્યુઝિકલ લવ-સ્ટોરી લઈને આવવા તૈયાર છે અને રિપોર્ટ પ્રમાણે મોહિત એમાં ૧૨ વર્ષ પછી ‘આશિકી 2’ની હિટ જોડી આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂરને સાઇન કરવા માગે છે અને આ વખતે પ્રોજેક્ટ યશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળ બની શકે છે. આદિત્ય અને મોહિત સૂરિએ છેલ્લે ૨૦૧૩માં ‘આશિકી 2’માં સાથે કામ કર્યું હતું જે બન્નેની કરીઅર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ હતી.


