Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > બિનરહીશ ભારતીય દ્વારા પ્રૉપર્ટીના વેચાણનો TDS હવે ટૅનને બદલે પૅન વાપરીને ભરી શકાશે

બિનરહીશ ભારતીય દ્વારા પ્રૉપર્ટીના વેચાણનો TDS હવે ટૅનને બદલે પૅન વાપરીને ભરી શકાશે

Published : 02 February, 2026 08:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાનૂની જાણકારોનું માનવું છે કે આ પગલું નિયમપાલનમાં નડતી સમસ્યાનો નોંધપાત્ર રીતે ઉકેલ લાવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોઈ બિનરહીશ ભારતીય સ્થાવર મિલકતનું વેચાણ કરે તો એના પરનો TDS (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) હવે ખરીદદાર રહેવાસી ભારતીયના પૅન-આધારિત ચલાનથી ભરવાનો રહેશે. અત્યાર સુધી એના માટે ટેમ્પરરી અકાઉન્ટ નંબર (TAN) લેવો પડતો હતો, હવેથી સ્થાનિક ખરીદદારના પૅન મારફત TDS ભરી શકાશે. 

નિષ્ણાતોનું કહેવું છે કે TDS ભરવા સિવાય ટેમ્પરરી અકાઉન્ટ નંબર બીજા કોઈ કામમાં આવતો નથી. આમ હવે સ્થાનિક ખરીદદાર વ્યક્તિગત કરદાતા કે હિન્દુ અવડિવાઇડેડ ફૅમિલી (HUF)એ TDS કાપીને સંબંધિત રકમ પોતાના જ પૅનની મદદથી સરકારી ખાતામાં જમા કરાવવાની રહેશે. આ નવી જોગવાઈ ૨૦૨૬ની ૧ ઑક્ટોબરથી લાગુ થશે. બિનરહીશ ભારતીયોને પણ તેમના વેચાણનો સોદો જલદી પાર પડવાથી થનારા લાભ મળી શકશે. 



કાનૂની જાણકારોનું માનવું છે કે આ પગલું નિયમપાલનમાં નડતી સમસ્યાનો નોંધપાત્ર રીતે ઉકેલ લાવશે. એનાથી બિનરહીશ વેચાણકારો માટેની પ્રક્રિયા હવે નિવાસી વેચાણકારો માટેની પ્રક્રિયા જેવી જ બની જશે, જેનાથી કરદાતાઓને એકંદરે સરળતા રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK