Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લલકાર માટે પચીસ વર્ષનો યુવક બનવા ૬૧ વર્ષના આમિર ખાનની આકરી મહેનત

લલકાર માટે પચીસ વર્ષનો યુવક બનવા ૬૧ વર્ષના આમિર ખાનની આકરી મહેનત

Published : 22 August, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિર ખાન આશુતોષ ગોવારીકરની સ્પોર્ટ્સ ડ્રામા ‘લલકાર’માં યુવા લાલા અમરનાથની ભૂમિકા માટે જબરદસ્ત બૉડી ટ્રાન્સફૉર્મેશન અને વજન ઘટાડવાની તૈયારી કરી રહ્યો છે.

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાન આગામી ફિલ્મ ‘લલકાર’ની તૈયારીઓમાં લાગી ગયો છે. આશુતોષ ગોવારીકરની આ ફિલ્મ લાલા અમરનાથના જીવન પર આધારિત એક સ્પોર્ટ્‌સ ડ્રામા હશે. ‘લલકાર’ નામની આ ફિલ્મ માટે આમિર બૉડી-ટ્રાન્સફૉર્મેશન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે ‘લલકાર’માં આમિર પચીસ વર્ષના યુવકનું પાત્ર ભજવશે.
આ રોલ માટે આમિર જબરદસ્ત ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે, કારણ કે આ ફિઝિકલ બદલાવ આ પાત્ર માટે ખૂબ જ જરૂરી છે. આ બદલાવ માટે આમિર વજન ઘટાડવાના એક મોટા પ્રોગ્રામ પર કામ કરી રહ્યો છે અને બહુ મહેનત કરી રહ્યો છે. 

આમિર ખાન ભૂતકાળમાં પણ કરી ચૂક્યો છે જબરદસ્ત કાયાપલટ



ગજની  આમિરે જબરદસ્ત મસ્ક્યુલર બૉડી બનાવી હતી. ફિલ્મમાં તે એઇટ પૅક ઍબ્સ સાથે જોવા મળ્યો હતો.


દંગલ    તેણે પહેલાં વજન વધારીને પહેલવાન મહાવીર ફોગાટનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ યુવાન મહાવીરના રોલ માટે લગભગ પચીસ કિલો વજન ઘટાડ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK