Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકતરફી પ્રેમમાં પાગલ યુવક ટીનેજરને આંતરીને પાછળથી ભેટી પડ્યો

એકતરફી પ્રેમમાં પાગલ યુવક ટીનેજરને આંતરીને પાછળથી ભેટી પડ્યો

Published : 22 August, 2026 09:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૪ વર્ષની દીકરીનો વિનયભંગ કરનાર યુવાનને મમ્મીએ ખખડાવ્યો તો તેને ઉપાડી જવાની ધમકી આપી, વડાલા પોલીસે રોમિયોને ઝડપી લીધો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એકતરફી પ્રેમમાં પડેલા વડાલાના એક યુવકની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. યુવકે માટુંગાના મહેશ્વરી ઉદ્યાન પાસે એકલી જઈ રહેલી ટીનેજરને આંતરીને તેને પાછળથી ભેટીને તેનો વિનયભંગ કર્યો હતો. આ બાબતની પોલીસ-ફરિયાદ નોંધાતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. 

૧૪ વર્ષની ટીનેજર વડાલામાં રહે છે. ૨૦ વર્ષનો આરોપી યુવાન તેના એકતરફી પ્રેમમાં પડ્યો હતો. ૨૦૨૫ની પહેલી નવેમ્બરથી આ વર્ષની ૧૬ ઑગસ્ટ સુધી તે ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશ્યલ મીડિયા પર તેને ફૉલો કરતો હતો અને તેને પ્રેમ કરે છે એવો અવારનવાર પ્રસ્તાવ મૂકતો રહેતો હતો. જોકે ટીનેજરને તેનામાં ઇન્ટરેસ્ટ ન હોવાથી તેણે યુવકને સ્પષ્ટ ના પાડી હતી. એટલું જ નહીં, ત્યાર બાદ તે યુવાનનું અકાઉન્ટ પણ બ્લૉક કરી દીધું હતું. 



ટીનેજરે તેનો પ્રસ્તાવ ઠુકરાવી દેતાં આરોપી યુવાન ગિન્નાયો હતો. એથી તે તકની રાહ જોઈ રહ્યો હતો. તાજેતરમાં જ તે ટીનેજર માટુંગામાં તેની બહેનપણીને મળવા જઈ રહી હતી ત્યારે તેને એકલી જોઈને આરોપી યુવાને તેને પાછળથી બાથ ભીડી હતી અને ભરરસ્તે તેનો વિનયભંગ કર્યો હતો. કિશોરી બહુ જ ગભરાઈ ગઈ હતી. જેમતેમ કરીને તે તેની ચુંગાલમાંથી નાસી છૂટી હતી અને ઘરે જઈને તેની ડૉક્ટર મમ્મીને એ વિશે વાત કરી હતી. 


એથી તેની મમ્મીએ આરોપી યુવાનને ફોન કરીને ખખડાવ્યો હતો એટલે યુવાને તેમને પણ એલફેલ જવાબ આપ્યા હતા એટલું જ નહીં, તેમની દીકરીને તે ગમે ત્યાંથી ઉપાડી જશે એવી ધમકી પણ આપી હતી. એથી ટીનેજરની મમ્મીએ માટુંગા પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેમની ફરિયાદના આધારે આરોપી યુવાનની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી અને કેસની વધુ તપાસ શરૂ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 09:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK