આમિર ખાન ૧૪ માર્ચે ૬૦ વર્ષનો થઈ રહ્યો છે ત્યારે તે બાંદરામાં આવેલી એક ફાઇવસ્ટાર હોટેલમાં ગ્રૅન્ડ પાર્ટીનું આયોજન કરીને વર્ષગાંઠની ઉજવણી કરશે
પિકલબૉલ રમવા પહોંચ્યો આમિર ખાન : બ્રેબર્ન સ્ટેડિયમમાં ચાલી રહેલી વર્લ્ડ પિકલબૉલ લીગ દરમ્યાન ગઈ કાલે આમિર ખાને પણ આ રમત પર હાથ અજમાવ્યો હતો. (તસવીર : સતેજ શિંદે)
આમિર ખાન ૧૪ માર્ચે ૬૦ વર્ષનો થઈ રહ્યો છે ત્યારે તે બાંદરામાં આવેલી એક ફાઇવસ્ટાર હોટેલમાં ગ્રૅન્ડ પાર્ટીનું આયોજન કરીને વર્ષગાંઠની ઉજવણી કરશે એવું જાણવા મળ્યું હતું. આ પાર્ટીમાં પોતાની ફૅમિલી ઉપરાંત આમિરના નજીકના ફ્રેન્ડ્સ રાજકુમાર હીરાણી, શાહરુખ ખાન અને સલમાન ખાન સહિતના મોટા ઍક્ટરો તેમ જ બૉલીવુડની અનેક સેલિબ્રિટીને આમંત્રિત કરવામાં આવશે. આમિરની પાર્ટીમાં કરણ જોહર, હૃતિક રોશન, આદિત્ય ચોપડા અને રાની મુખરજી, શબાના આઝમી અને જાવેદ અખ્તર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન, શાહિદ અને મીરા કપૂર, સની અને બૉબી દેઓલ સહિત ‘દંગલ’ ફિલ્મની હિરોઇનો સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ હાજર રહી શકે છે. આમિરની આ પાર્ટીમાં ફિલ્મમેકર્સ વિધુ વિનોદ ચોપડા, આશુતોષ ગોવારીકર, રાજકુમાર સંતોષી, નીતેશ તિવારી પણ જોવા મળશે.

